ગાંધીનગરઃ નાણાંમંત્રી નીતિન પટેલ વિધાનસભામાં ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કરી રહ્યા છે. નીતિન પટેલે બજેટ રજૂ કરતાં કહ્યું કે, રાજ્યમાં ભાજપની સરકારથી સૌનો સાથ સૌનો વિકાસ થયો છે. ગુજરાતની પ્રજાનાં ઋણી છીએ. રાજ્યનાં છેવાડાનાં માનવી સુધી મદદ પહોંચે તેવા પ્રયત્નો થઇ રહ્યાં છે.

નીતિન પટેલે મહિલાઓ માટે અલગ-અલગ જાહેરાતો કરી છે જેમાં આશા ફેસિલિટર બહેનોના માસિક મહેનતાણું વધારીને 2000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 3,751 બહેનોને આ લાભ મળશે. 


આ ઉપરાંત આંગણવાડીની બહેનોના પગારમાં 900 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે વિધવા બહેનોના પુત્રને પણ પેંશન આપી શકાશે.