ગાંધીનગરઃ નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં ગુજરાત રાજ્યનું વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે.   લોકસભાની ચૂંટણી હોવાથી રાજ્ય સરકાર પુર્ણ બજેટની જગ્યાએ વચગાળાનું બજેટ રજૂ કરે છે. -પશુધન વસ્તી ગણતરીમાં ગુજરાત 15.36 % નો વધારા સાથે પ્રથમ ક્રમે -સ્કીમડ મિલ્ક પાવડરની નિકાસના 300 કરોડની સહાય - સૌની યોજનામાં 11,216 કરોડનો ખર્ચ કરાયો -જામનગર, ભાવનગર , રાજકોટ માં 35 જળાશયો અને 100 થી વધુ ચેક ડેમનું આયોજન કરાયું - માં વાત્સલ્ય યોજનામાં આવક મર્યાદા વધારાઇ, સહાય 3 લાખથી વધારી 5 લાખ કરાઈ - આશા ફેસિલેટર બહેનોના મહેનતાણ માં 2000 રૂપિયાનો વધારો - 53000 થી વધુ આંગણવાડીઓ બહેનોના ભથ્થા વધારી 6300 થી 7200 કરાયું - તેડાગર કર્મચારીઓ ને 3200 થી વધારી ને 3650 કરાયો - બાળકો, કિશોરીઓ, સગર્ભા માતાઓ માટે icds જુદી જુદી યોજના હેઠળ 2283 કરોડની ફાળવણી કરાઈ - વર્ગ ખંડોને સમૃદ્ધ કરવા માટે 1લાખ13 હજાર કરોડ ખર્ચ કરાયો - ડ્રોપ આઉટ રેશિયોમાં ધટાડો, ધોરણ 1 થી 5 માં 1.42 ટક ડ્રોપ આઉટ દર નોંધાયો - મધ્યાહન ભોજન પાછળ1780 કરોડ નો ખર્ચ - 700 ઇલેક્ટ્રિક બસો મહાનગરો અને નગરપાલિકાને અપાશે - ટીપી સ્કીમ વિસ્તારોમાં માળખાકીય સુવિધા માટે 500 કરોડની ફાળવણી - રાજ્યની મહાનગરપાલિકામાં 54 અને નગરપાલિકામાં 21 મળી 74 ફ્લાય ઓવર બનશે - અમદાવાદમાં 20, સુરતમાં 10, વડોદરામાં 8, રાજકોટમાં 8, જામનગરમાં 3, ભાવનગરમાં 3, જૂનાગઢમાં ફ્લાયઓવર બનશે - દાહોદ, ગોધરા, ભુજ, મહેસાણા, પાટણ, ડીસા, આણંદ, પાલનપુર, બોટાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, નડિયાદ, નવસારી, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, વાપી, હિંમતનગર, અમરેલી, મોરબી અને વેરાવળમાં પણ બનશે ફ્લાય ઓવર - અછત સમયે ખેડુતોના પડખે સરકાર - 96 તાલુકામા 16.27 લાખ ખેડૂતોને 1557 કરોડની ઇનપુટ સહાય -પશુધનને મદદરૂપ થવા પશુદીઠ 35ની સહાય, 40.84 કરોડ ચૂકવાયા - ખેડૂતોને આઠ કલાકના બદલે દશ કલાક વીજળી, રાજ્ય સરકારને 436 કરોડનુ વધારાનુ ભારણ - ચાલુ વર્ષે 96 તાલુકાના 23 લાખ ખેડૂતોને મદદરૂપ થવા 2285 કરોડનુ ખાસ સહાય પેકેજ - 2022 સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી વિસ્તારોમાં 7.64 લાખ પરિવારોને આવસ પુરા પડાશે - વ્યાજબી ભાવની દુકાનના વેપારીઓ ને કવીંટલ દીઠ અપાતું કમિશન 102 રૃપિયાથી વધારી 125 કરાયું, 1 માર્ચથી અમલ , વાર્ષિક કમિશન 242 કરોડમાં55 કરોડનો વધારો થશે - રાજ્ય સરકાર અમલમાં મુકશે સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેકટ - જાહેર સ્થળો પર નાગરિકોની સલામતી માટે 1175 લોકેશન પર 7463 સીસી ટીવી કેમેરા લગાવાશે - ગાંધીનગર અને સોલા સિવિલ હોસ્પિટલને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અપગ્રેડ કરાશે - આશા ફેસિલિટર બહેનોના માસિક મહેનતાણું વધારી માસિક 2000 રૂપિયાનો કરાયો વધારો, 3751 બહેનોને મળશે લાભ - આંગણવાડીની બહેનોના પગારમાં 900નો વધારો - હવે 6300ની જગ્યાએ 7200 આપવામાં આવશે - વિધવા બહેનોના પુત્રને પણ પેંશન આપી શકશે - પેંશનમાં 250 નો વધારો કરી 1250 કરવામાં આવશે - રાજ્ય સરકારને વાર્ષિક 349 કરોડનો બોજો - તેડાગર બહેનોના પગાર વધારશે 3200 પગારમા હવે 450 વધારો કરી 3650 આપવામાં આવશે - પોલીસદળમાં આગામી વર્ષમા 9713 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં 554 જેલ સિપાહી હશે - વૃદ્ધ પેંશન યોજનામાં 50 ટકાનો વધારો, 500થી વધારી 750 કરવામાં આવ્યા - એશિયાઈ સિંહોનાં સંરક્ષણ માટે 97.85 કરોડનાં ખર્ચે મોબાઇલ રેસ્ક્યુ, ડ્રોન સર્વેલન્સ, સીસીટીવી નેટવર્ક વિકસાવાશે. - મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 2019 20 માં 2000 કરોડથી વધુના રસ્તા અને પુલોના કામ મંજુર કરવામાં આવશે - સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના હસ્તકના 8 નિગમો યોજનાઓના વ્યાપ વધારવા માટે 100 કરોડના સપોર્ટમાં દોઢ ગણો વધારો કરી 150 કરોડ કરવામાં આવશે - પાકિસ્તાની જેલમાં રખાતાં રાજ્યના માછીમારોના પરિવારને અપાતાં દૈનિક રૂ. 150 ભથ્થાંમાં વધારો કરી રૂ. 300 કરાયું -રાજ્યની મહાનગરપાલિકા માં 54 અને નગરપાલિકા માં 21 મળી 74 ફલાયઓવર બનશે - અમદાવાદથી શંખેશ્વર સુધી 20 કરોડના ખર્ચે પગદંડી બનાવાશે - 103 કિલોમીટર લાંબી બનશે પગદંડી - મહારાજ સાહેબ અને મહાસતીજીના વિહાર માટે બનાવશે આ પગદંડી -અકસ્માતોનો ભોગ ન બને તે માટે બનાવશે પગદંડી - અમદાવાદ મેટ્રોનો સંપૂર્ણ ફેજ 1 ડિસેમ્બર 2020 સુધીમાં પૂર્ણ કરાશે -ગુજરાતની વિકાસગાથાની સૌ કોઇએ નોંધ લીધી - નીતિન પટેલ છઠ્ઠીવાર બજેટ રજૂ કરી રહ્યા છે -ગુજરાતની પ્રજાએ 22 વર્ષથી અમારા પર વિશ્વાસ મુક્યો છે. - સામાજિક અને આર્થિક વિકાસ માટે કટિબદ્ધઃ નીતિન પટેલ - લોકસભાની ચૂંટણી હોવાથી લેખાનુદાન - સિંચાઇ યોજનાઓને વધુ બળવત્તર બનાવી - 2 હજારથી વધુની ખેતપેદાશોની સરકારે ટેકાના ભાવે ખરીદી કરી -સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે રોજગારીની તક ઉભી થઈઃ નીતિન પટેલ - 10 ટકા આર્થિક અનામતની નીતિનો અમલ શરૂ કર્યો - ધોલેરા ખાતે 5 હજાર મેગા વોટનો વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ સ્થપાશે - માછીમારોને જીવન નિર્વાહ ભથું 150 થી વધારી 300 કરવાની જાહેરાત - સરકાર દ્વારા ખેડૂતો માટે 500 કરોડનું રિવોલવિંગ ફંડ ઉભું કરશે - ખેડૂતોને મળતી વ્યાજ સહાય એક સાથે અને સમય સર મળતી રહે તેવું આયોજન - દેશના વિકાસમાં ગુજરાતના ફાળો 22 ટકા - કચ્છમાં પૂરતું પાણી મળી રહે તે માટે દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવાશે - અછતના સમયે સરકાર ખેડૂતોની સાથે રહી - રાજ્યના ઇતિહાસમાં સૌથી વધુ અછત સહાય - 2019-20ની બજેટ લોકસભાની ચૂંટણી પછી રજૂ કરશે - અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને 1500 કરોડથી વધુ અછત સહાય ચૂકવી દેવામાં આવી - 6 કરોડ 84 હજાર કિલોગ્રામ ઘાસ અછતગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડાયું - કૃષિક્ષેત્રે કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 7.30 ટકા - રાજ્યનો કૃષિ વિકાસ દર 12.11 ટકા - ખેડૂતોને વધુ 2 કલાક વીજળી આપવા સરકારે 436 કરોડ ખર્ચ્યા - ખેડૂતોની આવક બમણી કરવા સરકાર પ્રયત્નશીલ આ વચગાળાના બજેટમાં યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટે આકર્ષક જાહેરાતો થાય તેવી સંભાવના છે. આજે સવારે 11 વાગ્યે નીતિન પટેલ ગૃહમાં રજુ કરશે ગુજરાત રાજ્યનું વચગાળાનું બજેટ. ગયા વર્ષ 2017-18 મા 1.83 લાખ કરોડ નું બજેટ રજુ થયું હતું.