ગાંધીનગર: ગુજરાતમાં હાલ ભારે વરસાદની શક્યતા નથી.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા નથી. રાજ્યના અનેક જિલ્લાઓમાં  સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર, પાંચ દિવસ સૌરાષ્ટ્ર , કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 


હવામાન વિભાગના ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર 15 ઓગસ્ટ સુધી સામાન્ય વરસાદ વરસવાની શક્યતા છે. રાજ્યના દક્ષિણ ભાગમાં અપર લેવલ પર સર્ક્યુલેશન છે જેની અસર જોવા મળી રહી છે. જેનું લેવલ 500 મીલીબાર છે. આ કારણે રાજ્યમાં વરસાદ રહી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.  




ઉત્તરાખંડમાં વરસાદનું રેડ એલર્ટ


દેશના અનેક રાજ્યોમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી આવી જ સ્થિતિ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગના  અપડેટ મુજબ, શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં હવામાન સ્વચ્છ રહેવાની અપેક્ષા છે. મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. જો કે દિલ્હીમાં 13 ઓગસ્ટ અને 14 ઓગસ્ટે ભારે વરસાદની સંભાવના છે.


ઉત્તરાખંડના છ જિલ્લામાં વરસાદને કારણે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. દહેરાદૂનમાં 12 થી 14 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદના કારણે રસ્તાઓ અને પુલોને પણ ઘણું નુકસાન થયું છે. દેશના અનેક રાજ્યોમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી આવી જ સ્થિતિ રહે તેવી શક્યતા છે. 


ભારે વરસાદનું એલર્ટ


શનિવારે ભારે વરસાદને લઈને બિહારના 9 જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તમામ જિલ્લામાં ગાજવીજ અને વીજળીના ચમકારાની ચેતવણી આપવામાં આવી છે. આગામી 4 દિવસ દરમિયાન ઝારખંડમાં વરસાદની કોઈ શક્યતા નથી.


કયા રાજ્યોમાં વરસાદ?


આ ઉપરાંત ગુજરાત, વિદર્ભ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. બંગાળ, ઓડિશા, તેલંગાણા, કોંકણ, ગોવા, કોસ્ટલ કર્ણાટક, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial