Rain Forecast:હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આગામી 24 કલાકમાં વિધિવત ચોમાસની એન્ટ્રી થઇ જશે. આજે હવામાન વિભાગે દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.


રાજ્યમાં વિધિવત ચોમાસાના પ્રારંભ આગામી 24 કલાક બાદ થઇ જેશે. આજ સવારથી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી મોહાલ છવાયો છે. હવામાન વિભાગે આજે દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદ થઇ શકે છે.


હવામાન વિભાગ અનુસાર આજથી આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી છે.  આજે અને આવતીકાલે વલસાડ અને દમણ... તો 27 જૂને સુરત, નવસારી, વલસાડ અને દમણ... તો 28 જૂને સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 92 તાલુકામાં વરસાદ થયો. ગોધરામાં માત્ર બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આાગામી  દિવસોમાં વરસાદની સિસ્ટમ બનતા  તો મહત્તમ તાપમાનમાં સામાન્યથી ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થશે. વલસાડ જિલ્લામાં મોડી રાત્રે  છૂટછવાયો વરસા વરસ્યો. વાપી, પારડી, ધરમપુર સહિતના વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે.  


 રાજ્યના 13 જિલ્લાના 59 તાલુકાઓમાં  વરસાદ,જાણો ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ ?


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 જિલ્લામાં  વરસાદ વરસ્યો છે.  સૌથી વધારે ચાર ઈંચ વરસાદ દાહોદના દેવગઢ બારીયામાં નોંધાયો છે.  13 જિલ્લાના 39 તાલુકામાં વરસાદ વરસ્યો છે.  પંચમહાલના જાંબુઘોડામાં પોણા ત્રણ ઇંચ, છોટાઉદેપુરના જેતપુર-પાવીમાં પોણા બે ઇંચ, દાહોદના ધાનપુરમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.


હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 48 કલાકમાં ચોમાસુ દસ્તર દેશે અને આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી ધોધમાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર રીતે  મેઘરાજાની એન્ટ્રી થશે. ગુજરાતમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદનો અનુમાન છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતીકાલે ગુજરાતના પૂર્વ ભાગોમાં ભારે વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. નર્મદા,  આણંદ,  ભરૂચ, પંચમહાલ, દાહોદ,  વડોદરામાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. 


રાજ્યમાં 13 જિલ્લાના 59 તાલુકામાં વરસાદ વરસ્યો છે.  સૌથી વધારે વરસાદ પંચમહાલના જાંબુધોડામાં 4 ઈચ જેટલો વરસાદ વરસ્યો છે.  પંચમહાલના ગોધરામાં 3.5 ઈચ વરસાદ વરસ્યો છે.