AHMEDABAD : ગુજરાત હાઇકોર્ટે ભાજપના એકે દિગ્ગજ નેતા અને અન્ય શખ્સો સામે નોટિસ જાહેર કરી છે. ગુજરાત હાઇકોર્ટે ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને ભાજપ ધારાસભ્ય જેઠા ભરવાડ અને અન્યોને નોટિસ ફટકારી છે. રક્ષિત જંગલમાં બાંધકામ કરીને જેઠા ભરવાડ અને અન્યોએ ગુનો કર્યો હોવાની કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી. આ કેસમાં વન વિભાગે ફરિયાદ નોંધ્યા બાદ કોઈ કાર્યવાહી ન થતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને પગલે હાઇકોર્ટે જેઠા ભરવાડ અને અન્યો સામે કારણદર્શક નોટિસ જાહેર કરી જૂન મહિના સુધીમાં જવાબ રજૂ કરવા કોર્ટે નિર્દેશ કર્યો છે. 


વન વિભાગની જમીન પર મકાન બાંધ્યાનો આરોપ 
વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે વન વિભાગની જમીન પર ગેરકાયદે બાંધકામ કર્યાનો આક્ષેપ થયો છે. વન વિભાગની જમીન પર કબ્જો કરી મકાન બનાવ્યું. આ અંગે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવાની માગ કરાઈ હતી. ગોધરાના શહેરા ખાતે આવેલા ચાંદણગઢ ગામ સ્થિત વન વિભાગની જમીન પચાવી પાડવાનો જેઠા ભરવાડ પર આક્ષેપ  છે. 


જમીન પર બે માળનું મકાન, બગીચો - પાકો રોડ - પાણીની ટાંકી પણ બનાવાઈ છે. શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ પણ આરોપ લગાવ્યા  લગાવ્યો છે. જેઠા ભરવાડ હાલ શહેરા વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય છે. જેઠા ભરવાડ પરના આરોપો પર વિધાનસભા અધ્યક્ષે નિવેદન આપ્યું હતું કે  આ મુદ્દે તપાસ કરીશુ. 


ગોધરામાં NIAની ત્રણ ટીમે નાખ્યાં ધામા
ગોધરામાં રાષ્ટ્રીય તાપસ એજેન્સી - NIAની ત્રણ ટીમોએ ધામા નાખ્યાં છે. ગોધરામાં આવેલી NIAની આ ત્રણ ટીમોમાં મહારાષ્ટ્રની બે ટીમ અને ચેન્નાઇની એક ટીમનો સમાવેશ થાય છે. NIAની ટીમોએ સ્થાનિક પોલીસને સાથે કરી મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધાર્યું હતું. NIAની ટીમોએ ગોધરા શહેરમાં રહેટી એક મહિલા અને 2 યુવકોને એસપી કચેરીએ લાવી પૂછપરછ કરી હતી. 


NIAની ટીમોએ આ ત્રણ લોકોની પૂછપરછ કેમ કરી એ અંગેનું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે  કથિત નેવી જાસૂસીકાંડ પ્રકરણમાં આ ત્રણ લોકોના નિવેદન લેબમાં આવ્યાં  સંભાવના છે. અગાઉ પણ NIAની ટીમે ગોધરાની મુલાકાત લઈ કેટલાક સભ્યોના નિવેદનો લઈ મોબાઈલ ફોન કબ્જે લીધા હતા.