નર્મદા : સમગ્ર રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદી માહોલ છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ જોવા જતા પ્રવાસીઓ માટે સારા સમચાર આવ્યા છે. નર્મદા ડેમ જોવા માગતા પ્રવાસીઓને હવે નહીં લેવી પડે ટિકિટ.


અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ ચુક્યા હોય અને હવે માત્ર નર્મદા ડેમ જોવા માંગતા હોય તેઓ માટે રાહતના સમાચાર છે. પહેલા ડેમ જોવા માટે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકીટ લેવી પડતી હતી. જે પ્રવાસીઓને મોંઘું પડતું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ceo અને કલેકટર આઈ.કે.પટેલે હુકમ કર્યો છે કે, માત્ર 50 રૂ./પ્રતિ વ્યક્તિ ચૂકવવાથી યુનિટી બસ સેવા દ્રારા ડેમ સુધી જઇ શકાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકીટ લીધા વગર માત્ર ડેમની ટીકીટ પણ ઉપલબ્ધ રહેશે.