બોરસદ: ગત 14મી તારીખે કેનેડામાંથી ચરોતરના પામોલ ગામની હિરલ પટેલની કચડાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. કેનેડા પોલીસે તેના પૂર્વ પતિ રાકેશ પટેલ પર શંકા જતાં તેની શોધખોળ હાથ ધરી હતી જોકે તે મળ્યો નહતો.
ગત 17મીએ પોલીસને એક લાશ મળી આવી હતી. તે લાશ રાકેશ પટેલની હોવાનું સામે આવ્યું છે જોકે રાકેશ પટેલની હત્યા થઈ છે કે તેણે આત્મહત્યા કરી છે તે રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.
ગત 14મીએ બ્રેમ્પટોનમાં નેક્સસ એવન્યુ અને ફોગલ રોડ નજીક પોલીસને હિરલ પટલેની લાશ મળી હતી. પોલીસે તેના પૂર્વ પતિ રાકેશ પટેલને શકમંદ ગણી તેને વોન્ટેડ જાહેર કર્યો હતો પરંતુ રાકેશ પટેલ હાથમાં ન આવતાં પોલીસે તેની વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યો હતો.
જોકે શુક્રવારે ટોરેન્ટોના હમ્બર પાર્ક નજીક બીજા નંબરના હાઈડ્રો ટાવર પર લાશ લટકતી હોવાનું જોતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. લાશની ઓળખ માટે પોલીસે ઓટોપ્સી કરાવી હતી જેના રિપોર્ટ આવતા લાશ રાકેશ પટેલની જ હોવાનું સામે આવ્યું હતું.
NRI હિરલ પટેલનો મોતનો મામલો: પૂર્વ પતિ રાકેશ પટેલની પણ મળી આવી લાશ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jan 2020 09:30 AM (IST)
ગત 17મીએ પોલીસને એક લાશ મળી આવી હતી. તે લાશ રાકેશ પટેલની હોવાનું સામે આવ્યું છે જોકે રાકેશ પટેલની હત્યા થઈ છે કે તેણે આત્મહત્યા કરી છે તે રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -