અમદાવાદ: ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણી માટે હવે 42 ઉમેદવારો મેદાનમાં છે. તમામ બેઠકો પર ભાજપ, કૉંગ્રેસ અને NCPના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે. પેટાચૂંટણીની તમામ બેઠકો પર ફોર્મ પાછા ખેંચવાની મર્યાદા પૂર્ણ થઈ છે. પેટાચૂંટણીમાં સૌથી વધુ 11 ઉમેદવાર અમરાઈવાડી બેઠક પર છે. રાધનપુર બેઠક પર 10 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. જ્યારે લુણાવાડા બેઠક પર ભાજપ, કૉંગ્રેસ અને NCP વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે.

બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે સાત ઉમેદવારો વચ્ચે જંગ જામશે. ભાજપ કૉંગ્રેસ અને NCPના મુખ્ય પક્ષના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. ચાર અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી મેદાને ઉતર્યા છે. ખેરાલુ વિધાનસભા બેઠક પર માત્ર ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. ભાજપ, કૉંગ્રેસ, NCP અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ટક્કર થશે.

અરવલ્લીની બાયડ બેઠક પર કુલ સાત ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. કુલ 11 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી બે ફોર્મ પરત ખેંચાયા છે. જ્યારે બે ફોર્મ રદ્દ થતા હવે સાત ઉમેદવારો મેદાનમાં છે. બાયડમાં ભાજપ-કૉંગ્રેસ અને એનસીપી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે.