ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાનો આજથી પ્રારંભ થશે. પહેલા તબક્કાની પરીક્ષામાં 37 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. યુજી-પીજીના વિવિધ કોર્સમાં વિંટર સેમેસ્ટરની પરીક્ષા આજથી લેવાશે. જ્યારે ઓનલાઈન મોડમાં પરીક્ષા ક્યારે લેવાશે તે હજુ નક્કી નથી.

પ્રથમ તબક્કામાં UG, PGના 37 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કોરોનાને લીધે 120થી વધુ પરીક્ષા કેંદ્રો પર પરીક્ષા લેવાશે. 29 ડિસેમ્બરથી પ્રથમ તબક્કાની, સાત જાન્યુઆરીથી બીજા તબક્કાની પરીક્ષા લેવાશે.

બીએ, બી.કોમ, બીબીએ, બીસીએની સાથે એમએ, એમ.કોમ અને બીએસસી સેમેસ્ટર-5ની પરીક્ષા શરૂ થશે. સાથે જ ઈંટિગ્રેટેડ લોની પણ પરીક્ષા લેવાશે.

બીજા તબક્કામાં યુજી-પીજીના સેમેસ્ટર-3ની પરીક્ષા લેવાશે. બે સેશનમાં લેવાનારી પરીક્ષામાં સવારે 10થી 12 અને બપોરે ત્રણથી પાંચ દરમિયાન 50 માર્ક્સની પરીક્ષા લેવાશે. બે તબક્કામાં કુલ મળીને 32 કોર્સની પરીક્ષા લેવાશે.