ઉનાઃ નવા બંદરમાં માછીમારો દરિયામાં લાપતા બનવાના મામલામાં વધુ એક માછીમારની લાશ મળી આવી છે. આ સાથે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3 માછીમારોના મોત નીપજ્યા છે.  ગઈ કાલે 8 માછીમાર લાપતા હતા. જેમાંથી અત્યીર સુધીમાં 3ની ડેથ બોડી મળી આવી છે. જોકે, હજી 5 લાપતાની શોધખોળ થઈ રહી છે.


બે દિવસ પહેલા રાત્રે ફુંકાયેલ તોફાની પવનના લીઘે થયેલી તારાજીમાં 8  માછીમારો લાપતા બન્યા હતા. જેમાંથી કુલ બે 3માછીમારોના મૃતદેહો અત્‍યાર સુઘીમાં મળી આવ્‍યા છે. હજુ પણ લાપતા 5 માછીમારોની શોઘખોળ એનડીઆરએફ, કોસ્‍ટગાર્ડ, નેવી અને મરીન પોલીસની સંયુકત ટીમ કરી રહી છે.


બુઘવારે મોડી રાત્રે ભારે તોફાની પવનના કારણે 10 ફીશીગ બોટોએ જળસમાઘિ લીધી હતી. બોટમાં સવાર 12 માછીમારો લાપતા બન્‍યા હતા. ઘટનાને લઇ ગઇ કાલથી જ તંત્રએ કોસ્‍ટગાર્ડના હેલીકોપ્‍ટર અને વેસલ બોટ તથા નેવીના ચોપર પ્‍લેન મારફત રેસ્‍કયુ ઓપરેશન કરી લાપતા બોટો અને માછીમારોની શોઘવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં ચાર માછીમારોને જીવતા બચાવી લેવામાં આવી હતી. જળસમાઘિ લીઘેલી પાંચ બોટોનો કાટમાળી તંત્રની ટીમને મળી આવ્‍યો હતો. 


માછીમારોની શોઘખોળ દરમ્‍યાન શોહીલ રહેમાન શેખ (ઉ.વ.22) નામના માછીમારનો મૃતદેહ મળી આવેલ હતો. શોધખોળ માટે 25 સભ્‍યોની એનડીઆરએફની ટીમ નવાબંદર પહોંચી હતી. એનડીઆરએફ, કોસ્‍ટાગાર્ડ, નેવી, મરીન પોલીસની સંયુકત ટીમોએ હેલીકોપ્‍ટર, વેસલ હોડી અને બોટો મારફત લાપતા 8 માછીમારો તથા પાંચ બોટોની રાતભર શોઘખોળ કરી હતી. જેમાં ગઈ કાલે વહેલી સવારે નવાબંદરના માછીમાર રામુભાઇ દેવાભાઇ બાંભણીયા (ઉ.વ.44)નો મૃતદેહ બંદરમાં જેટી પાસેથી ટીમને આવેલ હતો. જેથી મૃતદેહને પીએેમ અર્થે ઉના સરકારી હોસ્‍પીટલએ ખસેડવાયો હતો.