અમદાવાદ:  ધોરણ 10નું  સોલ્વ પેપર સોશિયલ મીડિયામા પેપર પુરુ થયાના અડધો કલાક પહેલા  વાયરલ થયુ હતું.  મહત્વનું છે કે આજે ધોરણ 10નું દ્ધિતિય ભાષા હિન્દીનું પેપર હતુ. સામાન્ય રીતે પરીક્ષાનો સમય પૂર્ણ થયા બાદ જ વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર જવા દેવામાં આવે છે. અસામાન્ય સંજોગોમાં જો વહેલા જવાનું થાય તો પ્રશ્નપત્ર પરીક્ષાર્થી પાસેથી લેવામાં આવે છે. જોકે પરીક્ષાનો સમય પૂર્ણ થયા પહેલા સોલ્વ થયેલુ પેપર સોશિયલ મિડીયામાં વાયરલ થતા આ મામલો જીએસઈબી બોર્ડ સુધી પહોંચ્યો હતો.


ગુજરાતમાં કાળઝાળ ગરમી


રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બે દિવસ સિવીયર હિતવેવની આગાહી છે. કચ્છમાં પાંચ દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે 2 દિવસ સિવીયર હિટવેવની આગાહી  છે. આ દરમિયાન તાપમાન 45 ડિગ્રી સુધી જઇ શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના શહેરોમાં સિવીયર હિતવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. અત્યાર સુધીનું સૌથી વધુ ગરમીનું તાપમાન કંડલામાં 45 ડિગી તાપમાન નોંધાયુ છે. 


બે દિવસથી રાજ્યના 10 શહેરમાં 41 થી 44 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું. બે દિવસ બાદ 2 ડિગ્રી સુધી તાપમાન ઘટી શકે. જોકે ગરમીનો પ્રકોપ રહેશે યથાવત. લોકોને ગરમીમાં જરૂર વગર બહાર નહિ નીકળવા અને સ્વ બચાવ માટે વિવિધ ઉપાય કરવા કરાઈ અપીલ. રાજકોટ, અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમદાવાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, કચ્છ, જૂનાગઢ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 


રાજ્યમાં એપ્રિલ મહિનામાં ગરમીએ દસ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.  શુક્રવારે રાજ્યના નવ શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર નોંધાયો હતો. અમદાવાદ સહિત ચાર શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થઈ ગયો છે. તો અમદાવાદમાં આજે ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે દિવસ માટે રાજ્યના કેટલાક શહેરોમાં યલો અને ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.


અમદાવાદમાં સામાન્ય રીતે મે મહિનામાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થતો હોય છે. પરંતુ આ વર્ષે એપ્રિલમાં જ ગરમીએ નવો રેકોર્ડ સર્જીને તાપમાન 44 ડિગ્રીને પાર થઈ ગયું છે. છેલ્લા દસ વર્ષમાં એપ્રિલમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો હોય તેવુ પ્રથમવાર બન્યું છે. 27 એપ્રિલ 1958એ 46.2 ડિગ્રી સાથે અમદાવાદમાં સૌથી વધુ ગરમીનો રેકોર્ડ નોંધાયો હતો. આ વખતે જે ગરમીનો પારો ઉંચકાય રહ્યો છે તે જોતા 64 વર્ષનો જૂનો રેકોર્ડ તૂટે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. શનિવારે અને રવિવારે અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સુરેંદ્રનગર,મોરબી, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  જ્યારે ગાંધીનગર, મહેસાણા,સાબરકાંઠા,રાજકોટ, અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


અમદાવાદ અને અમરેલીમાં ગરમીનો પારો 44 ડિગ્રી પર પહોંચી ગયો હતો. ડીસા અને ગાંધીનગરમાં ગરમીનો પારો 43.8 ડિગ્રી પર પહોંચ્યો હતો. રાજકોટમાં ગરમીનો પારો 43.7 ડિગ્રી પર પહોંચ્યો હતો. વડોદરા અને કેશોદમાં ગરમીનો પારો 43.2 ડિગ્રી પર પહોંચ્યો હતો. ભૂજમાં ગરમીનો પારો 42.4 ડિગ્રી પર પહોંચ્યો હતો.