સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે કોરોનાને રોકવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. હિંમતનગરના ગઢોડાની મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ગઢોડા ગામની 59 વર્ષિય મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારવાર માટે મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 107 પોઝિટિવ કેસ નોંધાયેલા છે.
સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 107 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં અત્યાર સુધી 89 દર્દીઓ સાજા થતાં તેમને રજા અપાઈ હતી. આ ઉપરાંત જિલ્લામાં અત્યાર સુધી 5 લોકોનાં મોત નિપજ્યાં છે.
ગુજરાતમાં દિવસે ને દિવસે પોઝિટિવની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 22 હજારને પાર પહોંચી છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 22067 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1385 પર પહોંચ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 15109 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 5573 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 વેલ્ટીલેટર પર છે અને5512 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 2 લાખ 72 હજાર 924 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
હિંમતનગરના ગઢોડા ગામે 59 વર્ષની મહિલાને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jun 2020 11:28 AM (IST)
સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ગઢોડા ગામની 59 વર્ષિય મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લામાં અત્યાર સુધી 107 પોઝિટિવ કેસ નોંધાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -