આ પહેલા વેપારી એસોસિએશનની બેઠકમાં બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વાસણ, કાપડ મહાજન, સોની, નોવેલ્ટી, ઓટો પાર્ટ્સ, સીડ્સ અને બુટ-ચંપલ એસોસીએસનની સ્વૈચ્છિક બેઠક યોજાઈ હતી. જેમાં વેપારીઓએ વેપારીઓએ સોમવારથી શનિવાર સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1402 કોરોના કેસ નોંધાયા હતા. વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3431 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,716 એક્ટિવ કેસ છે, જ્યારે 1,14,476 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 91 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,625 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,34,623 પર પહોંચી છે.
રાજ્યમાં આજે કુલ 1336 દર્દી સાજા થયા હતા અને 61,316 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 42,93,724 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.03 ટકા છે.