Cyclone Biparjoy: બિપોરજોય વાવાઝોડું વધુ તોફાની બન્યું છે. બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગએ સૌરાષ્ટ્ર અને કચ્છને 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઓરેન્જ એલર્ટ એટલે વધુ નુકશાની દર્શાવતું એલર્ટ છે. આ એલર્ટ ખૂબ જ ખરાબ વાતાવરણની સંભાવના હોય છે ત્યારે આપવામાં આવે છે. ઓરેન્જ એલર્ટ ત્યારે આપવામાં આવે છે જ્યારે જાન-માલનું નુકસાન થવાની ભીતિ હોય છે. ઓરેન્જ એલર્ટ દરમિયાન, લોકોને તેમના ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. ચક્રવાતમાં પવનની ગતિ પ્રતિ કલાક 65 થી 75 કિ.મી. તેમજ 15 થી 33 મીમી વરસાદની સંભાવના છે.

Continues below advertisement

બિપરજોય વાવાઝોડાનું રૌદ્ર રૂપ જોતા કંડલા-પોરબંદર-ઓખા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવાયું

વાવાઝોડાના રૌદ્ર રુપને જોતા ગુજરાતના અનેક બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જેમાં કંડલા, પોરબંદર, ઓખા બંદર અને મોરબીના નવલખી બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

Continues below advertisement

ભારતીય હવામાન વિભાગે રવિવારે મોડી રાત્રે ચક્રવાત બિપરજોયને લઈને ગુજરાત માટે યલો એલર્ટ જારી કર્યું હતું. IMDએ લખ્યું, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે યલો એલર્ટ. 15 જૂનની બપોર સુધીમાં, બિપરજોય માંડવી (ગુજરાત) અને કરાચી, પાકિસ્તાનમાંથી પસાર થવાની સંભાવના છે.

ગુજરાતના દરિયાકાંઠેથી લોકોનું સ્થળાંતર શરૂ થયું

ચક્રવાતની ચેતવણીઓ વચ્ચે, ગુજરાતના કચ્છમાં સત્તાવાળાઓએ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા અને તેમને અસ્થાયી આશ્રયસ્થાનોમાં ખસેડવાનું શરૂ કર્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ દીનદયાલ પોર્ટ ઓથોરિટીના અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે છ જહાજો બંદર છોડી ગયા છે અને સોમવારે વધુ 11 જહાજો રવાના થશે. પોર્ટ અધિકારીઓ અને શિપ માલિકોને પણ તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે.

વાવાઝોડું દ્વારકાથી 390, તો નલિયાથી 480 કિ.મી દુર છે. જ્યારે મુંબઈથી 530 કિ.મી દુર છે. દરિયાકાંઠાના રાજ્યો માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગાઈડલાઈન કરી છે. દરિયાકાંઠે તમામ પ્રકારની પ્રવાસન પ્રવૃતિ બંધ કરવાની કેન્દ્ર સરકારની સૂચના છે. વાવાઝોડું વિનાશ નોતરશે તેનો પણ કેન્દ્રની ગાઈડલાઈનમાં ઉલ્લેખ છે. વાવાઝોડાથી વીજળી, વૃક્ષો, કાચા મકાનોને નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

વાવાઝોડાને પગલે પોરબંદર-ઓખાથી એક હજાર 250 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દ્વારકા, પોરબંદર, કચ્છમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. જૂનાગઢ, જામનગરમાં પણ NDRFની ટીમ તૈનાત કરાઇ હતી. SDRFની 17 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વાવાઝોડાની સ્થિતિને લઈને ગાંધીનગરથી સતત મોનિટરિંગ કરાઇ રહ્યું છે.