મહેસાણા જિલ્લામાં કોરોનાના કેસ વધતા પ્રશાસન એક્સનમાં જોવા મળી રહ્યું છે. જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા આદેશ અપાયા છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રદીપસિંહ રાઠોડે તમામ ગામમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરી 10 પથારીની વ્યવસ્થા રાખવા જણાવ્યું છે અને આ કામગીરીની જવાબદારી તાલુકા વિકાસ અધિકારીઓને અપાઈ છે અને 29 એપ્રિલે આ કામગીરી માટે ગ્રામ્ય સ્તરે બેઠક બોલાવવા આદેશ કરાયો છે. બેઠકમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓની મદદ લેવાનું સુચન કરાયું છે. સ્ત્રી અને પુરુષને અલગ સારવાર ગ્રામ્ય સ્તરે આપી શકાય તેવું આયોજન છે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 14120 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે મંગળવારે કોરોનાના 14352 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી નવા કેસની સંખ્યમાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 174 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 6830 પર પહોંચી ગયો છે.


રાજ્યમાં ગઈકાલે 8595 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી3,98,824 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 33 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,33,191 પર પહોંચ્યો છે. જેમાંથી 421 લોકો વેન્ટિલેટર પર અને 1,32,770 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.01 ટકા છે.


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 26, સુરત કોર્પોરેશન-16, વડોદરા કોર્પોરેશન-11, મહેસાણા-2, જામનગર કોર્પોરેશન- 14, રાજકોટ કોર્પોરેશન-9, સુરત-3, જામનગર-11, સુરેન્દ્રનગર-8, વડોદરા-5, બનાસકાંઠા-6, કચ્છ-10, દાહોદ-3, પાટણ-2, ગાંધીનગર-2, ગાંધીનગર કોર્પોરેશન-0, મહીસાગર-2, નવસારી-1, જુનાગઢ-4, ભરુચ-5, પંચમહાલ-1, આણંદ 1, જુનાગઢ કોર્પોરેશન-3, આણંદ-1, અરવલ્લી-3, સાબરકાંઠા-8, મોરબી-5, રાજકોટ-6, છોટા ઉદેપુર-2, દેવભૂમિ દ્વારકામાં 5ના મૃત્યુ સાથે કુલ 174 લોકોના મોત થયા છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા ?


 અમદાવાદ કોર્પોરેશનમાં 5672, સુરત કોર્પોરેશન-1764, વડોદરા કોર્પોરેશન-622, મહેસાણા-491, જામનગર કોર્પોરેશન- 407, રાજકોટ કોર્પોરેશન-363, સુરત-352, જામનગર-314, સુરેન્દ્રનગર-251, ભાવનગર કોર્પોરેશન-250, વડોદરા-236, બનાસકાંઠા-233, કચ્છ-183, દાહોદ-181, પાટણ-182, ગાંધીનગર-162, ગાંધીનગર કોર્પોરેશન-162, મહીસાગર-155, નવસારી-140, ખેડા-139, તાપી-138, અમરેલી-137, ભાવનગર-135,. ગીર સોમનાથ-128,  જુનાગઢ-127, ભરુચ-123, પંચમહાલ-123, વલસાડ-119, જુનાગઢ કોર્પોરેશન-110, આણંદ-109, અરવલ્લી-94, સાબરકાંઠા-84, મોરબી-74, રાજકોટ-71, છોટા ઉદેપુર-58, દેવભૂમિ દ્વારકામાં 41, પોરબંદરમાં 34, ડાંગમાં 19 અને બોટાદમાં 10 કેસ સાથે કુલ 14120 કેસ નોંધાયા છે.


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 95,64,559 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 21,93,303 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,17,57,862 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.