દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ છે. ગુજરાત રાજ્યમાં પણ દરરોજ સાત હાજરથી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. આ સ્થિતિમાં રાજ્યાના ગામડા અને કેટલાક નાનકડા શહેર લોકડાઉન તરફ વળ્યાં છે. તો જાણીએ કયાં શહેર અને ગામડામાં હાલ સ્વૈચ્છિક લોકડાઉન છે.
રાજકોટ:કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે ડીલકસ પાન એસોસિયેશને મહત્વનો નિર્ણય કર્યો છે. ડિલક્સ એસોશિએશનના પ્રમુખ દિવ્યેશ આહિરે સોમવારથી 10 દિવસ સુધી પાન પાર્લર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ડિલક્સ અસોશિએશનની 50થી વધુ દુકાનો છે.
જિલ્લામાં કોરોનાની સ્થિતિ બેકાબૂ થતાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 145 થી વધુ ગામડાઓ સ્વયંભૂ લોકડાઉન કર્યું. રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સ્વયંભૂ ત્રણ દિવસ માટે 700 જેટલી ટ્રાન્સપોર્ટ ઓફિસો બંધ રાખવામાં આવશે. રાજકોટ દાણાપીઠના વેપારીઓ આજથી બપોર બાદ જ્યાં સુધી સંક્રમણ ન ઘટે ત્યાં સુધી ત્રણ વાગ્યાથી દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજકોટના ગોંડલમાં સોની બજારમાં 26 એપ્રિલ સુધી આંશિક લોકડાઉન રહેશે, બપોરે ત્રણ વાગ્યા સુધી સોની બજારમાં દુકાનો રહેશે ખુલ્લી રહેશે.
ખોડલધાના ચેરમેન નરેશ પટેલ પટેલ પોતાની ફેક્ટરી પટેલ બ્રાસ આજથી આઠ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કર્યોછે. રાજકોટ ઇમીટેશન ઉદ્યોગ દ્વારા વીકેન્ડમાં દર અઠવાડિયે ત્રણ દિવસ લોકડાઉન(lockdown) કરવામાં આવ્યું છે.
જામનગર:જામનગર ચેમ્બર ઓફ કોમર્સ, ફેકટરી ઓનર્સ, વેપારી મહામંડળ અને ધી સીડ્ઝ ગ્રેઇન મર્ચન્ટ એસો દ્વારા આજથી ત્રણ દિવસનો સ્વૈછિક બંધની અપીલ કરવમાં આવી છે.
ગીર સોમનાથ: ચેમ્બર્સ ઓફ કોમર્સ-વહીવટી તંત્ર અને તાલુકા ના અગ્રણી આગેવાનો દ્વારા કોડીનારમાં આજથી ત્રણ દિવસ સ્વંયભુ બંધ કરી દેવાયું છે. દૂધ અને મેડિકલ સ્ટોર સિવાય બધું જ સદંતર બંધ રહેશે.
બોટાદ: કોરોનાના કાબૂમાં લેવા માટે ગઢડાનું ઢસા ગામ મહિનાના દર શુક્ર-શનિ એમ 2 દિવસ બંધ રહેશે.
સુરત: સુરતના ગ્રામ્ય વિસ્તાર કીમ ,બારડોલી, કામરેજ, ઓલપાડ, મહુવા, કડોદરા ,સાયણમાં આગામી ત્રણ દિવસ 18 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયું છે.
ભાવનગર: ભાગનગરના પાલિતાણામં શુક્ર શનિ રવિ એમ ત્રણ દિવસ લોકડાઉનનો વેપારી એસોશિએશને લીધો નિર્ણય
પાટણ: સમી અને હારીજ એપીએમસી માર્કેટ શનિ અને રવિવાર બંધ રહેશે. રવી બે દિવસ માટે બંધ રહેશે
સાબરકાંઠા: વડાલી શહેરમાં આવતીકાલથી 30 એપ્રિલ સુધી પાંચ વાગ્યા બાદ બજાર બંધ રહેશે. કોરોનાને કાબૂમાં લેવા વેપારી એસોસિએશન અને સ્થાનિક તંત્રની બેઠકમાં નિર્ણય લેવાયો.
નવસારી: કોરોનાની વણસતી સ્થિતિને લઈને નવસારી મુખ્ય શાકભાજી માર્કેટનો બહારનો વિસ્તાર બંધ કરવામાં આવ્યો છે. શાકભાજી માર્કેટની બહાર લારી અને પાથરણાવાળાઓના માટે માર્કેટ બંધ કરાયું છે.