રાજ્યમાં કોરોનાના આંકડા ચિંતાજનક સ્તરે વધી રહ્યાં છે.રાજ્યમાં સાત હજારથી વધુ દરરોજ પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. આ સ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એબીપી અસ્મિતા સાથે ખાસ વાતચીત કરી હતી. લોકડાઉનના સવાલ મુદ્દે સીએમ રૂપાણીએ શું સ્પષ્ટતા કરી જાણો


હાલ સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ છે. તેનાથી ગુજરાત પણ અછુતુ નથી. ગુજરાતમાં સતત કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. સરેરાશ 7 હજારની પાર નવા કેસ નોંધાઇ રહ્યાં છે. તો ડેથ રેટમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. આ મામલે રાજ્યની સાચી સ્થિતિ જાણવા અને કોરોના સામેની આગળની લડત માટે રૂપાણી સરકારની શું યોજના છે. તે જાણવા માટે એબીપી અસ્મિતા સાથે તેમણે ખાસ વાતચીત કરી હતી.


એબીપી અસ્મિતાના ઇન્ટરવ્યુ દરમિયાન રાજ્યની સ્થિતિને જોતા લોકડાઉન વિશે CM રૂપાણીને સવાલ કરવામાં આવ્યો હતો. આ સવાલમાં જવાબમાં તેમણે જણાવ્યું હતું કે,’જે પ્રતિબંધ જરૂરી છે તે લગાવી રહ્યાં છીએ પરંતુ હાલ લોકડાઉનનો કોઇ વિચાર નથી’


CM રૂપાણીએ કહ્યું કે,  “મહારાષ્ટ્રમાં સ્થિતિ ગુજરાતથી પણ વધુ ખરાબ છે. તેમ છતાં પણ ત્યાં લોકડાઉન નથી લદાયું. દેશમાં એક મત એવો પણ છે કે, લોકડાઉનથી કેસ ઓછા નહીં થાય, તમે માત્ર તમને ભીડ એકઠી ન થાય તેટલું જ કરો. એ સંદર્ભે આપણે રાત્રિ કર્ફ્યૂ એટલે કે કોરોના કર્ફ્યૂ લાદી દીધો છે”


CM રૂપાણીએ કહ્યું કે, કે, “24 કલાકમાંથી 10 કલાક વીસ નગરોમાં કર્ફયૂ કરી દેવાયો છે. અમે ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દીધી છે. તમામ મોલ અને  ઝૂ ગાર્ડનનો બંધ કરી દેવાયા છે. સરકારી ઓફિસોમાં પણ 50 ટકા સ્ટાફ સાથે કામ થાય અને  50 ટકાને વર્ક ફ્રોમ આપી દેવાયું છે.   


 


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉનની અટકળો પર સ્પષ્ટતા કરતા તેમની સાઇડ ઇફેક્ટ વિશે વાત કરતા કહ્યું કે, લોકડાઉનથી શ્રમજીની વધુ પરેશાન થાય છે. તેમની હિજરત શરૂ થઇ જાય છે. આ સ્થિતિ ફરી ઉભી ન થવી જોઇએ. સીએમ રૂપાણીએ એબીપી અસ્મિતાના માધ્યમથી કોરોનાને કાબૂમાં લેવા માટે વેક્સિનેટ થવા અનુરોધ કર્યો હતો.