ભારતીય વિસ્તારમાં જાસૂસી કરવા મોકલાયેલા પાકિસ્તાની ડ્રોને વહેલી સવારે સાડા 6 વાગ્યે તોડી પડાયું હતું. જેને પગલે ઘટનાસ્થળે ગામ લોકો અને સેનાના અધિકારી દોડી ગયા હતા.
આ હુમલા બાદ ગુજરાત સહિતની તમામ બોર્ડર હાઈએલર્ટ કરી દેવામાં આવી છે. કચ્છ અને જામનગરના વાયુસેનાનો તમામ સ્ટાફ શસ્ત્રો સાથે સ્ટેન્ડ ટુમાં છે. અન્ય રાજ્યોની બોર્ડર પર પણ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ આર્મીની ત્રણેય પાંખ તૈયાર રખાય છે.