પોરબંદરઃ નાપાક પાકિસ્તાન મરીન દ્વારા અપહરણનો સીલસીલો યથાવત છે. પાક મરીન દ્વારા જળસીમાં નજીકથી ત્રણ ભારતીય બોટ અને 18 માછીમારોનું અપહરણ કરાયું છે. ગુરુવારની મોડી રાત્રીની ઘટના હોવાનું સામે આવ્યું છે. અપહરણ કરાયેલી 2 બોટ ઓખા અને એક બોટ પોરબદરની છે. અગાઉ પાક મરીને 10 થી વધુ બોટ અને 60 જેટલા માછીમારોનું અપહરણ કરાયું હતું. અવારનવાર બોટ અને માછીમાર અપહરણ ઘટનાથી માછીમારોમાં રોષ ફાટી નીકળ્યો છે.
અમેરિકા જવાની લાલચ પડી ભારેઃ યુવતી પાસેથી 2.74 લાખ પડાવી લીધા ને એજન્ટોએ કોલકાત્તામાં ગોંધી રાખી
મહેસાણાઃ અમેરિકા લઈ જવાની લાલચ આપી કોલકત્તામાં ગોંધી રાખવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદના બે અને કોલકત્તાના એક એજન્ટ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. નાની કડી ખાતે રહેતી યુવતીએ ફરિયાદ નોંધાવી છે. નાની કડી ખાતે રહેતી રશ્મિકા પટેલે અપહરણ અને ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. રશ્મિકા પટેલને અપશબ્દો બોલી બળજબરી પૂર્વક 2.74 લાખ પડાવી લેવાયા હતા.
અમેરિકા લઈ જવાના બહાને 36 વર્ષીય યુવતીને દોઢ મહિના સુધી અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી હતી. અમદાવાદના સુશીલ રોય, સંતોષ રોય અને કોલકત્તાના કમલ સિંઘાનિયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
બનાવટી પાસપોર્ટને આધારે અમેરિકા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. બે અલગ અલગ વ્યક્તિને પતિ પત્ની તરીકે દર્શાવીને મોકલવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ક્રાઇમબ્રાંચે બાતમીને આધારે બોગસ પાસપોર્ટની તપાસ કરતા ભાંડો ફુટયો. ત્રણ વર્ષમાં 30 વધુ લોકોને અમેરિકા મોકલાયા. એજન્ટ એક વ્યક્તિ દીઠ રૂપિયા 65 લાખ જેટલી માતબર રકમ લેતા હોવાનું પણ પુછપરછમાં જાણવા મળ્યું છે.
છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં કબૂતરબાજી ના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચને કબૂતરબાજી કરતા ચાર લોકોની ધરપકડ કરી. મહેસાણાના રાજુ પ્રજાપતિ અને શિલ્પા પટેલને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા માટે ખોટા પાસપોર્ટ તૈયાર કરાયા. જો કે અત્યાર સુધી આ મહેસાણાના પરિવાર પાસેથી સવા કરોડથી દોઢ કરોડ રૂપિયા લીધા હતાં. પતિ પત્ની બનાવીને ખોટા નામ ધારણ કરાવી મેક્સિકોથી અમેરિકા મોકલવાનું કાવતરુ કરવામાં આવ્યું હતું, પરંતુ તે પહેલા ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરેશભાઈ અને હાર્દિકને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલતા પહેલા ઝડપી પાડયા. રજત ચાવડા પાસપોર્ટ બનાવવામાં મદદ કરતો હોવાનું સામે આવ્યું છે.