Godhra News: ગોધરાના GIDC વિસ્તારમાં આવેલા એચ પી ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે. જેમાં ઉજ્જવલા યોજનાંના લાભાર્થી પાસેથી પણ રૂપિયા લીધા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
બાતમીના આધારે પાડી રેઇડ
ગોધરા નાં GIDC માં આવેલ એચ પી ગેસ એજન્સીના ગોડાઉનમાં ગેર કાયદેસર રીતે ગેસ રિફિલીંગ થતું હોવાની બાતમી જિલ્લા પૂરવઠા વિભાગ ને મળી હતી. જે બાતમીના આધારે જિલ્લા પુરવઠા ટીમ દ્વારા રેઇડ કરતા ગેસ રિફિલિગનું સમગ્ર કૌભાંડ ઝડપાયું હતું. એજન્સીના સંચાલક દ્વારા 19 કિલોના ગેસ સિલિન્ડરમાંથી 5 કિલોના સિલિન્ડરમાં રીફિલિગ કરવામાં આવતું હતું. પુરવઠા વિભાગ દ્વારા તપાસમાં 19 કિલોના 31 બોટલ, 19 કિલોના ખાલી 94 બોટલ, 5 કિલોના 482 બોટલની ઘટ પણ સામે આવી. જેની કુલ કીમત 10.10 લાખ થવા જઈ રહી છે.
ઉજ્જવલા યોજના હેઠળ આવતાં લાભાર્થીઓ પાસેથી પણ રૂપિયા ખંખેર્યા
આ તરફ કેન્દ્ર સરકારની નિઃશુલ્ક ઉજ્જવલા યોજના હેઠળ આવતાં લાભાર્થીઓ પાસેથી ગેસ એજન્સી સંચાલક દ્વારા રકમ લેવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે 91000 ની કિંમતના 19 અને 5 કિલોના ગેસના સિલિન્ડર સીઝ કરાયા હતા. ઉપરાંત એજન્સીના સંચાલક દ્વારા જરૂરી દસ્તાવેજો પણ નિભાવેલા ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સમગ્ર મામલે સી એન ગેસ એજન્સી સામે પુરવઠા અધિકારી, ગોધરા શહેર મામલતદાર અને એસ ઓ જી પોલીસ દ્વારા સયુંક્ત રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સિલિન્ડર ક્યારે સમાપ્ત થવા જઈ રહ્યું છે તે કેવી રીતે જાણી શકાય ?
પહેલો રસ્તો એ છે કે જ્યારે તમે ગેસ બર્ન કરો છો, ત્યારે શરૂઆતમાં તમે ગેસને વાદળી સળગતો જોશો. પરંતુ જ્યારે સિલિન્ડર સમાપ્ત થવામાં હોય છે, ત્યારે તે આછો પીળો દેખાવા લાગે છે. જો આવું થાય તો સમજી લો કે તમારો સિલિન્ડર ખતમ થવા જઈ રહ્યું છે. જ્યારે ગેસ સિલિન્ડર સમાપ્ત થવાનો હોય છે, ત્યારે તેની આસપાસ થોડી દૂર્ગંધ આવવા લાગે છે. આ સાથે જો તમે ગેસ સળગાવો છો. અને ગેસને લાઇટ કર્યા પછી તરત જ તમારે આછો કાળો ધુમાડો નીકળતો જોવો જોઈએ. તો સમજી લો કે નવું સિલિન્ડર ભરવાની જરૂર છે. જો તમને લાગે છે કે તમારું સિલિન્ડર સમાપ્ત થઈ રહ્યું છે. અને તમે શોધવા માંગો છો. તો તેના માટે તમે ભીનું કપડું લો. તેને પાણીમાં પલાળી દો. અને તેને સિલિન્ડરથી લપેટી લો. તમે તેને 1 કલાક પછી કાઢી નાખો. ભીના કપડાને દૂર કર્યા પછી, સિલિન્ડરના ભીના ભાગમાં ગેસ છે.