Mobile addiction in children: બાળકોમાં વધી રહેલા મોબાઈલના વળગણના મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આ સામાજિક દૂષણ માટે માત્ર બાળકો જ નહીં, પરંતુ વાલીઓ પણ એટલા જ જવાબદાર છે. વાલીઓ ઘરમાં સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોવાથી બાળકો પણ આ દૂષણનો ભોગ બને છે. આ સામાજિક દૂષણ સામે શારીરિક અને માનસિક તંદુરસ્તી ખૂબ જરૂરી છે. આ સમસ્યાના નિવારણ માટે સ્વનિર્ભર શાળા સંચાલકો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ એક ચોક્કસ ગાઈડલાઈન બનાવવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે.
સુરતના પીપલોદ ખાતે ઓર્ગન ડોનેટ લાઈફ સંસ્થાના પતંગોત્સવ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મીડિયા સાથે વાતચીત કરતા આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે મોબાઈલ અને સોશિયલ મીડિયાનું વળગણ એક સામાજિક દૂષણ છે અને આ માટે વાલીઓ પણ જવાબદાર છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકાર એક કડક ગાઈડલાઈન લાવવાની તૈયારી કરી રહી છે.
શિક્ષણ મંત્રીએ વાલીઓને અપીલ કરી હતી કે જ્યારે બાળક શાળાએથી ઘરે આવે ત્યારે વાલીઓએ પણ પોતાનો મોબાઈલ ઘરની અલમારીમાં મૂકી દેવો જોઈએ. તેમણે વાલીઓને બાળકોને ઘરની સોસાયટીમાં લઈ જઈને રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાની પણ અપીલ કરી હતી.
વધુમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે રમતગમત ખૂબ જ જરૂરી છે. મોબાઈલનું વળગણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાથે મળીને તમામની સલાહ લીધા બાદ શાળાઓમાં મોબાઈલ પ્રતિબંધ મુદ્દે નિર્ણય લેવામાં આવશે. કોઈને નુકસાન ન થાય અને કોઈના પર ભારણ ન આવે તેવો સરકારનો પ્રયાસ રહેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ ગાઈડલાઈન બનાવવામાં આવશે.
મોબાઈલથી બાળકોમાં થતાં નુકસાન
આજકાલ બાળકોના હાથમાં પણ મોબાઈલ જોવા મળે છે. ખાસ કરીને કોરોના કાળના કારણે ઓનલાઇન ક્લાસનના કારણે દરેક બાળકોને પર્સનલ ફોન આપવાની ફરજ પડી અને આ સ્થિતિમાં બાળકો હવે મોબાઇના એડિક્ટ થઇ ગયા છે. જેની બાળકોની હેલ્થ પર ખાસ અસર થઇ રહી છે. આંખો શરીરનું સંવેદનશીલ અંગ છે. જો તેમનામાં સહેજ પણ સમસ્યા હોય તો તરત જ એલર્ટ થવાની જરૂર છે. આજની જીવનશૈલીમાં મોબાઈલનો ઉપયોગ એક મોટો ભાગ બની ગયો છે. લેપટોપ, ટીવી અને અન્ય ડિજિટલ સ્ક્રીનનો ઉપયોગ રૂટીન બની ગયું છે. . વડીલો ઉપરાંત બાળકોના હાથમાં પણ મોબાઈલ જોવા મળે છે. બાળકો કાં તો મોબાઈલ પર ગેમ રમે છે અથવા તેમની પસંદગીના કાર્ટૂન જુએ છે. પરંતુ શું તમે જાણો છો કે બાળકોનો આ શોખ તેમની આંખોને પણ બીમાર કરી રહ્યો છે. બાળકો હવે આંખની બીમારીનો શિકાર બની રહ્યા છે.
આ પણ વાંચો...
દિલ્હીમાં ભાજપ સામે 15 બેઠકો પર ઉમેદવાર ઉતારના આ નેતાએ કહ્યું – ભાજપની સરકાર બને તેવા પ્રયત્ન કરીશું