પાટણઃ પાટણ ડીસા હાઈવે માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સરસ્વતીના વાગડોદ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સરસ્વતીના રેચવી ગામના દેસાઈ પરિવારને અકસ્માત નડ્યો હતો. ડમ્પર, મોટર સાયકલ અને આખલા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માતા પુત્ર અને પુત્રીના મોત નીપજ્યા હતા.
નખત્રાણા તાલુકાના મુરૂ-દેશલપર વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. ખાનગી બસ પલ્ટી મારી જતા બસમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આજે બપોરના સમયે હાજીપીર હાઇવે પર બનાવ બન્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નખત્રાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રાધનપુર મેહસાણા હાઈવે ઉપર શબ્દલપુરા ગામના પાટિયા પાસે સર્જાયો અકસ્માત. રીક્ષા અને ટેલર વચ્ચે અકસ્માતથતા રીક્ષામાં સવાર બે વ્યક્તિ ઘાયલ. ઘાયલોને સારવાર માટે રાધનપુર ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યા.
Ahmedabad : ગર્લફ્રેન્ડને ઘરે મળવા બોલાવી પરાણે માણ્યું શરીરસુખ ને પછી તો એક દિવસ......
અમદાવાદઃ શહેરના ચાંદખેડા વિસ્તારમાં પ્રેમીએ 16 વર્ષીય સગીરા સાથે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા પછી અંગત વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ઘરમાં લગાવેલા સીસીટીવી રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી પૈસા અને દાગીના પડાવ્યા હતા. આ અંગે સગીરાની માતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક યુવકના સંપર્કમાં આવી હતી. બંને સોશિયલ મીડિયા પર ચેટ કરતાં બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. દરમિયાન પ્રેમીએ ગર્લફ્રેન્ડને મળવા માટે બોલાવી હતી. સગીરા મળવા આવતાં તેને મિત્રના ઘરે લઈ ગયો હતો.
અહીં પ્રેમીએ સગીરા સાથે પરાણે શરીરસુખ માણ્યું હતું. તેમજ આ પછી પોત પ્રકાશ્યું હતું. ઘરમાં લગાવેલા સીસીટીવી રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી હતી અને પૈસા અને દાગીના પડાવી લીધા હતા. પોતાની સાથે છેતરપિંડી થતાં સગીરાએ માતાની માતાને વાત કરી હતી. જેથી માતાએ ચાંદખેડા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.