BJP MP Bharatsinhji Dabhi Letter: રાજ્યમાં ફરી એકવાર અગારિયાઓના પ્રશ્નોને લઇને બીજેપી સાંસદે અવાજ ઉઠાવ્યો છે. પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને અગારિયાઓની સમસ્યાઓ અંગે જાણ કરી છે, અને કચ્છનું નાનુ રણ ફરી એકવાર અગારિયાઓ માટે ખુલ્લુ મુકવામાં આવે તેવી વિનંતી કરી છે, ભરતસિંહ ડાભીએ પત્રમાં જણાવ્યુ કે, અગરિયા પેઢી દર પેઢી અહીં મીઠું પકવી રહ્યાં છે, હવે રણને પુનઃ તેમના માટે ખુલ્લુ મુકવામાં આવે. ઉલ્લેખનીય છે કે, કચ્છના નાના રણ કાંઠે આવેલા ખારાઘોડા અને પાટડી, હળવદ સહતિના અગારિયાઓને પહેલાથી જ મંજૂરી અપાઇ છે, તો સાંતલપુરના અગારિયાઓને કેમ નહીં. હાલમાં ભરતસિંહ ડાભીનો રાજ્ય સરકાર પાસે માંગ કરતો પત્ર સામે આવ્યો છે. 


પાટણના ભાજપ સાંસદે ભાજપની સરકાર સામે અગારિયોની માંગ મુકી છે, તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને અગારિયાઓની સમસ્યાઓને ઉજાગર કરી છે અને રણને ખુલ્લુ મુકવા માંગ કરી છે. પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં કચ્છના નાના રણ સાંતલપુરમા પરંપરાગત મીઠુ પકવતા અગરીયાને પડતી હાલાકીને લઇને સવાલો ઉઠાવ્યા છે. તેમને કહ્યું છે કે, વન વિભાગ દ્વારા બંધ કરાયેલા રણને પુનઃ શરૂ કરવામાં આવે, પેઢી દર પેઢીથી મીઠું પકવતા અગરિયાઓ માટે રણને ખુલ્લું મુકલવામાં આવવું જોઇએ. રણમા મીઠું પકવતા અગારિયાઓને રણમાં પ્રવેશ ના આપતાં લાખો લોકોની રોજગારી પર અસર પડી રહી છે. તો વળી બીજીબાજુ કચ્છના નાના રણ કાંઠે આવેલા ખારાઘોડા, પાટડી, હળવદ સહિતના અગારિયાઓને પહેલાથી જ મંજૂરી અપાઇ ચૂકી છે. ભરતસિંહ ડાભીએ કહ્યું કે, એક જ રણ હોવા છતાં અન્યને મંજૂરી મળી છે તો સાંતલપુરના અગારિયાઓને કેમ રોકાઈ રખાયા છે. સાંતલપુરના અગરિયાઓને આજીવિકા પર પુનઃ વિચાર કરી પ્રવેશ અપાઈ તેવી તેમને પત્રમાં માંગ કરી છે.