Patan:રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક વિરુદ્ધ આચારસંહિતાની ભંગની ફરિયાદ નોંધાઇ છે. મળતી જાણકારી અનુસાર, રાજ્યમાં સરકારી કર્મચારી વિરૂદ્ધ રાજકીય પક્ષના કામ કરવાનો આરોપ લાગ્યો હતો. પાટણના સરસ્વતિ પ્રાથમિક શાળાના શિક્ષક વિનોદ સોલંકી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઇ હતી.


તેમના પર ભાજપના ઉમેદવારનું સન્માન કરવાનો આરોપ લાગ્યો હતો. શિક્ષક વિનોદ સોલંકીની પોલિંગ ઓફિસર તરીકે નિયુક્તિ થઇ છે. ફરિયાદ બાદ ચૂંટણી અધિકારીએ તપાસ રિપોર્ટ તૈયાર કર્યો હતો.


પાટણ લોકસભા ચૂંટણીમાં જામ્યો ચૂંટણી જંગ


પાટણ લોકસભા ચૂંટણીમાં ચૂંટણીનો જંગ જામ્યો હતો. લોકસભા બેઠક પરથી ભાજપને ઝટકો લાગ્યો હતો. ચાણસ્મા તાલુકા જીતોડા ગામના માજી સરપંચ સહિત 30 થી વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. જીતોડા ગામના માજી સરપંચ સહિત ગામના 30 થી વધુ લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. પાટણ લોકસભા બેઠક પરથી ઉમેદવાર ચંદનજી ઠાકોર તેમજ ચાણસ્માના ધારાસભ્ય ઘારાસભ્ય દિનેશ ઠાકોરના હસ્તે ધારણ કર્યો હતો.


સુરતમાં 1500 કર્મચારીઓને મળી હતી નોટિસ


સુરતમાં ચૂંટણી કામગીરની પ્રથમ તબક્કાની તાલીમમાં હાજર ન રહેનારા 1500 કર્મચારીઓને નોટિસ મોકલવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, સુરતમાં જિલ્લા ચૂંટણી પંચ દ્ધારા 1500 સરકારી કર્મચારીઓને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે.


સુરતની સાત વિધાનસભા મત વિસ્તારની પ્રથમ તબક્કાની તાલીમ 27 માર્ચથી 31 માર્ચ સુધી યોજાઇ હતી. ચૂંટણી કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા 25000 કર્મચારીઓને તાલીમ આપવાની હતી. જેમાંથી 10000 અધિકારી કર્મચારી તાલીમ માટે હાજર રહ્યા ન હતા. તેમની પાસેથી ખુલાસો માંગતા 1500 કર્મચારી યોગ્ય કારણ આપી શક્યા ન હતા. જેથી આ 1500 સરકારી કર્મચારીઓને જિલ્લા ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.


અમદાવાદમાં ચૂંટણી કામગીરીમાં ના જોડાતા શિક્ષિકાની અટકાયત કરાઇ હતી


અમદાવાદના ચેનપુરમાંથી સામે આવ્યો છે. ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાને પોલીસ પકડવા પહોંચી અને અટકાયત કરી હતી. ખરેખરમાં, શિક્ષિકાએ ચૂંટણી કામગીરીમાં ના જોડાતા મામલતદાર તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે.


ચૂંટણી કામગીરીને લઇને અમદાવાદમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ચેનપુરમાંથી એક શિક્ષિકાએ ચૂંટણી કામગીરીને લઇને મોટી કાર્યવાહી કરાઇ છે, ચૂંટણીના કામમાં ના જોડાતા શિક્ષિકા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાની પોલીસે અટકાયત કરી છે, અટકાયત કર્યા બાદ પોલીસ મહિલા શિક્ષિકા હિનલ પ્રજાપતિને મામલતદાર કચેરી લઇ ગઇ હતી. મામલતદારના હૂકમના આધારે શિક્ષિકાની પોલીસે અટકાયત કરી છે. જવાબદારી બાદ BLOની કામગીરીમાં ન જોડાતા હુકમ થયો હતો. ચૂંટણીની કામગીરી પરિપત્ર મુજબ આપવાની શિક્ષિકા તરફથી માગ કરાઈ હતી.