Patan: પાટણ LCBનો સપાટો, ત્રણ જિલ્લામાં 'માસ્ટર કી'થી ચોરી કરતી ચોર ટોળકીને ઝડપી

છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લા પાટણ-બનાસકાંઠા-મહેસાણામાં કેટલીક મોટી અને ઘરફોડ ચોરીની ઘટનાઓ ઘટી છે

Continues below advertisement

Patan Crime News Updates: ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્રણ જિલ્લામાં એક ચોરીની ઘટનાને અંજામ આપતી ચોર ટોળકીને પાટણ પોલીસે ઝડપી પાડી છે. પાટણ એલસીબીએ સપાટો બોલાવતા પાટણ-બનાસકાંઠા અને મહેસાણામાં ઘરફોડ ચોરી કરતી ગેન્ગને ઝડપી પાડી છે.

Continues below advertisement

પાટણ એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લા પાટણ-બનાસકાંઠા-મહેસાણામાં કેટલીક મોટી અને ઘરફોડ ચોરીની ઘટનાઓ ઘટી છે, જેમાં સામેલ ચોર ટોળકી પર એલસીબીની ટીમે સપાટો બોલાવ્યો છે. આ ચોર ગેન્ગને એલસીબીએ ઝડપી પાડી છે. એલસીબી પોલીસે કુલ 38 જેટલી ચોરી અને ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ખાસ વાત છે કે, આ ચોર ગેન્ગ 'માસ્ટર કી' થી પહેલા વાહન ચોરી કરતી હતી, અને બાદમાં ચોરીના વાહનથી ગ્રામ્ય વિસ્તારોમાં ઘર, દૂકાનોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતી હતી. પકડાયેલા તમામ આરોપીઓની ઉંમર 30 વર્ષથી ઓછી છે. 

સુરતના કતારગામમાં 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટ ફટકારી 20 વર્ષની સજા 

સુરતના કતારગામમાં 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરનારા નરાધમને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. લગ્નની લાલચે દુષ્કર્મ કરનાર 32 વર્ષના નરાધમ ને સજા ફટકારવામાં આવી છે.  કતારગામની 16 વર્ષ 8 માસની તરૃણીને લગ્નની લાલચે ભાવનગર ભગાડી  દુષ્કર્મ આચરનાર 31 વર્ષીય પરણીત રત્નકલાકારને પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ તમામ ગુનામાં દોષી ઠેરવી પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ 20 વર્ષની સખ્તકેદ, રૂ.50 હજાર દંડ ભરે તો તેમાંથી 45 હજાર તથા 50 હજાર મળીને પીડિતાને કુલ 90 હજાર વળતર ચુકવવા, દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજાનો નિર્દેશ આપ્યો છે.

સુરતમાં રહીને રત્નકલાકાર તરીકે કામ કરતાં 31 વર્ષીય પરણીત આરોપી યોગેશ છગનભાઈ કળસરીયા(રે.હરીધામ સોસાયટી, પુણાગામ)એ કતારગામ વિસ્તારમાં રહેતી 16 વર્ષ તથા 8 માસની વયની તરૂણીનો ઈન્સ્ટાગ્રામ આઈડીથી સંપર્ક કર્યો હતો.ત્યારબાદ તરૂણીને લગ્નની લાલચ આપીને તા.7-2-23 રોજ પોતાના વતનમાં લઈ ગયો હતો. આરોપી પરણીત હોવા ઉપરાંત પોતાની અડધી ઉંમરની સગીરા હોવાનું જાણવા છતાં દુષ્કર્મ આચર્યું હતુ. તરૂણીને પિતાની ફરિયાદને આધારે કતારગામ પોલીસે પોક્સો એક્ટના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો.

Continues below advertisement
Sponsored Links by Taboola