Patan News: પાટણના રાધનપુર વારાહી હાઇવે ઉપર પીપડી ગામ પાસે પેસેન્જર જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 7 લોકોના મોત છે, 11 લોકો થયા ઘાયલ થયા છે. જેમાંથી પાંચની હાલત ગંભીર છે. 6 લોકોને રાધનપુરમાં સરવાર માટે ખસેડાયા અને ગંભીર રીતે ઘાયલ 5 લોકોને વધુ સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યા છે.  જીપમાં 15 થી 17 લોકો બઠેલા હોવાનું અનુમાન છે.


કેવી રીતે સર્જાયો અકસ્માત


રાધનપુર ખાતેથી બપોરના સમયે મુસાફર ભરેલી જીપ ડાલુ વારાહી તરફ જઈ રહી હતી તે દરમિયાન જીપનું અચાનક ટાયર ફાટતાં હાઇવે માર્ગ પર પડી રહેલા ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. જેમાં જીપમાં બેઠેલા 6 મુસાફરોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે એક મુસાફરનું સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક સાત પર પહોંચ્યો છે.


રાધનપુરના ધારાસભ્યએ મુખ્યમંત્રી રિલીફ ફંડમાંથી સહાય આપવા લખ્યો પત્ર


રાધનપુર વારાહી હાઇવે પર થયેલ અકસ્માત મામલે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને અકસ્માતમાં મૃત્યુ પામનાર તેમજ ઈજાગ્રસ્તોના પરિવારજનોને મુખ્યમંત્રી રિલીફ ફંડમાંથી સહાય આપવા માંગ કરી છે.


ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી


ગુજરાતમાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે. બે દિવસમાં તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદમાં તાપમાન વધશે. નલિયામાં તાપમાન 6 ડિગ્રી વધતાં 15 ડિગ્રી પર પહોંચ્યું છે, જ્યારે અમદાવાદમાં 13 અને ગાંધીનગર 12 ડિગ્રી તાપમાન નોંધાયું. કચ્છ અને સુરેન્દ્રનગરમાં બપોરે 35 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું તો કેટલાક સ્થળે 34 ડિગ્રી નોંધાયું છે. આગામી દિવસમાં તાપમાન વધતાં અમદાવાદનું તાપમાન 13 ડિગ્રીમાંથી 15 ડિગ્રી ઉપર નોંધાશે. 5 દિવસ તાપમાન સૂકું રહેશે. શિયાળામાંથી ઉનાળા તરફ સિઝન જવાને લઈને બેવડી ઋતુ રહેશે. ફેબ્રુઆરી સુધી બેવડી ઋતુનો અહેસાસ થશે. માર્ચ શરૂ થતાં ખરી ગરમીની શરૂઆત થશે.


ઉનાળામાં કાળઝાળ ગરમીના કારણે ઘણા લોકોને કામના સંબંધમાં ઘરની બહાર જવું પડે છે, જેના કારણે હીટ સ્ટ્રોક અને હીટ સ્ટ્રોકનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. ઉનાળામાં ડીહાઈડ્રેશનને કારણે ઘણી બીમારીઓ થવા લાગે છે. બગડેલો ખોરાક અને દૂષિત વસ્તુઓ ખાવાથી પેટ ખરાબ થાય છે. જો તમે ઘરની બહાર જાવ તો આ વાતોનું ધ્યાન રાખો. આનાથી તમે ઉનાળામાં બીમાર થવાથી બચી શકો છો.










  • લાંબા સમય સુધી તડકામાં ઘરની બહાર ન રહો. બપોરે 12 થી 3 વાગ્યાની વચ્ચે ઘરની બહાર ન નીકળવાનો પ્રયાસ કરો અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કને ટાળો.

  • જો તડકામાં બહાર જવાનું હોય તો ત્વચા પર સનસ્ક્રીનનો યોગ્ય રીતે ઉપયોગ કરો. તીવ્ર સૂર્યપ્રકાશમાં ટેનિંગ અને સનબર્ન ટાળવા માટે છત્રી, ટોપી, ભીનો ટુવાલ અને ઠંડુ પાણી સાથે રાખો.

  • બહારનો ખોરાક ખાવાનું ટાળો. ખાસ કરીને ખુલ્લું અને તળેલું ખોરાક ન ખાવું જોઈએ. ખાદ્યપદાર્થોમાં સ્વચ્છતાનું ધ્યાન રાખો અને હાથ ધોયા પછી ખોરાક ખાઓ.

  • વધુ ને વધુ પ્રવાહી પીવો. પુષ્કળ પાણી પીવો, લીંબુ પાણી પીવો. ધ્યાન રાખો કે તડકામાં ઠંડું કે બરફનું પાણી ન પીવો.

  •  ઉનાળામાં તરબૂચ, કેરી, કાકડી, ટેટી જેવા મોસમી ફળ ખાવાનું રાખો. આ સિવાય છાશ, લસ્સી,  બાયલનું શરબત કે સત્તુનું શરબત પીવો.