પાટણઃ સાંતલપુર તાલુકાના ગામમાં રહેતી સગીરા પ્રાથમિક શાળાના બાથરૂમમાં ગઈ હતી ત્યારે ત્રણ યુવકે પાછળથી આવીને છરી બતાવીને બળાત્કાર ગુજાર્યો હતો. યુવતી સાથે બળજબરીથી શરીર સુખ માણતા હોય તેનો વીડિયો પણ તેમણે ઉતાર્યો હતો. તેમણે આ વીડિયોના આધારે છોકરીને બ્લેકમેઈલ કરીને ફરી શારીરિક સંબંધ બાંધવા દેવાની માગણી કરી હતી. છોકરી ના આવે તો વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. છોકરી આ ધમકીને તાબે ના થતાં બળાત્કારીઓએ વીડિયો વાયરલ કરી દેતાં ખળભળાટ મચ્યો છે. છોકરીના ભાઈએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતાં શક્તિસિંહ બાબુજી જાડેજા, જગતસિંહ ઉર્ફે જગો જાલુભા જાડેજા અને મિતાઝખાન દિલાવરખાન સિપાઇ સામે પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
આ ઘટનાની વિગત એવી છે કે, છોકરી એકાદ મહિના આગઉ સાંતલપુર ખાતે કપડા ખરીદવા ગઈ ત્યારે સાંતલપુર જુની પ્રાથમિક શાળા પાછળ બાથરૂમમાં જતાં તેનો પીછો કરતા ત્રણ શખ્સો આવી ગયા હતા. આ યુવકો પૈકી શક્તિસિંહે છરી બતાવી મોઢે ડૂચો માર્યો હતો અને શાળાના અવાવરૂ ઓરડામાં લઇ ગયા પછી તેની મરજી વિરૂધ્ધ વારાફરતી શરીર સુખ માણીને બળાત્કાર ગુજાર્યો હતો. મિતાઝ ખાન અને જગતસિંહે પણ છોકરી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. મિતાઝખાન, શક્તિસિંહ અને જગતસિંહ ઉર્ફે જગોએ વિડીયો ઉતાર્યો હતો. આ ત્રણેયે છોકરીને ધમકી આપી હતી કે, અમે બોલાવીએ ત્યારે તુ આવજે નહિતર વીડીયો વાયરલ કરી બદનામ કરી નાખીશું.
પંદર દિવસ પહેલા ત્રણેય શખ્સો સાંતલપુર આન્યા હતા. છોકરી તેની બહેન અને બહેનપણી સાથે હતી તે વખતે વિડીયો બતાવીને કહ્યું હતું કે, અમે બે દિવસમાં સાંતલપુર મળવા નહિ આવે તો આ વિડીયો ગામના સમાજના ગૃપોમાં વાયરલ કરી દઇશું.
આ ધમકીને તાબે નહીં થઈને સગીરા મળવા ના જતાં હવસખોરોએ આ વિડીયો વાયરલ કર્યો હતો. આ વિડીયો ભોગ બનનારની સગાઇ કરી છે એ છોકરાના મોટા ભાઈ પાસે પહોંચતાં તેમણે વીડિયો સગીરાના ભાઇ બતાવ્યો હતો. તેના ભાઇએ પરીવારની હાજરીમાં તેની બહેનને પૂછતા તેણે પોતાની સાથે બનેલી ઘટનાની વાત કરી હતી.
આ અંગે ભોગ બનારના ભાઇએ સાંતલપુર પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. તપાસ અધિકારી પીઆઇ એ.પી.સોલંકી જણાવ્યુ હતુ કે હાલમાં ભોગ બનનારનુ મેડીકલ ચેક અપ હાથ ધરાયુ છે તેમજ આરોપીઓને શોધી કાઢવા ચક્રોગતિ માન કર્યા છે.