Biporjoy: બિપરજૉય વાવાઝાડોના કારણે રાજ્યમાં સ્થિતિ હજુ પણ ખરાબ છે, કાંઠા વિસ્તારો બાદ હવે વરસાદનું જોર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પહોંચ્યુ છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાતમાં ગઇ રાતથી આજે સવાર સુધી ભારે વરસાદ વરસી રહ્યો છે, હવે આ કડીમાં પાટણના રાધનપુરમાં ભારે વરસાદના દ્રશ્યો સામે આવ્યા છે. રાધનપુરમાં 6 ઇંચ વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે, એકાએક પડેલા વરસાદથી શહેરમાં ઘરો-દુકાનો અને બસ સ્ટેશન સહિતની જગ્યાઓમાં પાણી ફરી વળ્યા છે. 


રાધનપુરમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, છ ઇંચ વરસાદથી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે, કેટલીક જગ્યા ઘરો, દુકાનો અને બસ સ્ટેશનમાં પણી ઘૂસી ગયા છે. વેપારીઓ દુકાનો નથી ખોલી શકતા અને પાણી ભરાવવાના કારણે મોટુ નુકસાન પણ થયુ છે.


રાજ્યમાં હજુ પણ વરસાદનો ભય 
વાવાઝોડું હવે  ડિપ્રેશનમાં બદલાયું છે તો રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.  કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.  આજે સવાર બાદ કચ્છને રાહત મળી શકશે.  અમદાવાદમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદી માહોલ રહેશે.  હવામાન વિભાગ દ્વારા  કરવામાં આવેલી આગાહી મુજહ   કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી,  પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  પવનની ગતિ 41 થી 61 પ્રતિ કલાક રહેશે.  ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે.  બનાસકાંઠા,  મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર,અમરેલી  જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દિવ, મહીસાગર , પંચમહાલ, વડોદરા, સુરત , ડાંગ, ભરૂચ,રાજકોટ  નવસારી,વલસાડ , દમણ,  દાદારનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સિવાય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.


આગામી 24 કલાક આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ ?


ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.  દક્ષિણ રાજસ્થાનમાં વાવાઝોડું છે જે સાંજે ડિપ્રેશન બનશે.  ગુજરાતમાંથી બિપરજોય વવાઝોડાની અસર ઓછી થશે. બિપોરજોય વાવાઝોડું ગઇકાલે રાત્રે ડીપ ડીપ્રેશનમાં ફેરવાયુ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 


મહેસાણા કેટલાક વિસ્તારો ભારે પવન સાથે વરસાદ



બિપરજોઇ વાવાઝોડાના લઇને રાજયમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વિસનગર, મહેસાણા શહેરમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. બહુચરાજીમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.  વિસનગરમાં ભારે વરસાદના કારણે પાણી  ભરાયા છે. સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાયા છે. 


પાલનપુરમાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે. અહીં ભારે વરસાદના કારણે પાલનપુર હાઈવે પર દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદ થી ગઠામણ પાટિયા વિસ્તારની દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓની ચિંતા વધી છે. સતત ભારે વરસાદ અને ભારે પવનથી જન જીવન ઉપર ખૂબ જ માઠી અસર પડી છે. આટલું જ નહી ભારે વરસાદે વાહનચાલકોની મુશ્કેલી પણ વઘારી છે. 15 થી વધુ ગામડાઓને જોડતા રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે.


બિપરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થઇ ગયુ છે. પરંતુ તેની અસર ઓછી નથી થઇ.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ ગુજરાતના માથે સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર હજુ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે અને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.