Latest Patan News: પાટણ APMCમાં ચાની લારીવાળાને ઇન્કમટેક્સની નોટિસ મળી છે. ચાલી લારી ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવતા ચાવાળા ને 49 કરોડની નોટિસ મળતાં ચકચાર મચી ગઈ હતી. પાટણ નવાગજ બજારમાં ચાની લારી ચલાવતા ખેમરાજ દવેને  ટેક્સ અને પેનલ્ટી ભરવા આઈટીએ નોટિસ આપી હતી.ખેમરાજ દવેએ પાન કાર્ડ કઢાવવા ગજબજારમાં પેઢી ચલાવતા અલ્પેશ પટેલ અને વિપુલ પટેલને 10 વર્ષ અગાઉ ડોક્યુમેન્ટ આપ્યા હતા.



ગજ બજારમાં પેઢી ચલાવતા બન્ને ભાઈઓએ ડોક્યુમેન્ટનો દૂર ઉપયોગ કરી અલગ અલગ બેંકમાં ખાતા ખોલાવી હવાલા વ્યવહાર કર્યા હતા. બંને ભાઈઓએ વર્ષ 2014 - 15 અને વર્ષ 2015 - 16 મા થયેલ નાણાં વ્યવહારને લઈ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા નોટિસ અપાઈ હતી.