પાટણઃ ચાણસ્મા પાસે ટ્રિપલ અકસ્માત, પતિ-પત્ની અને બાળકનું ઘટનાસ્થળે મોત, જાણો વિગત
abpasmita.in | 23 Jul 2019 08:55 PM (IST)
ચાણસ્માના દાનોધારડા પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મહેમાન ગતિએ આવેલા બોડલા ગામના ઠાકોર પરિવારના સભ્યોને અકસ્માત નડ્યો હતો.
પાટણઃ રાજ્યમાં અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત છે. પાટણના ચાણસ્મા પાસે એસટીબસ, બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. 407 ટ્રકને ઓવરટેક કરવા જતાં બસની ટક્કર લાગતા બાઇકમાં સવાર પતિ, પત્ની અને બાળકનું ઘટના સ્થળ પર કરૂણ મોત થયું હતું. મળતી માહિતી પ્રમાણે ચાણસ્માના દાનોધારડા પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મહેમાન ગતિએ આવેલા બોડલા ગામના ઠાકોર પરિવારના સભ્યોને અકસ્માત નડ્યો હતો. ઘટનાની જાણ થતાં ચાણસ્મા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ત્રણેય લાશો પી.એમ અર્થે ચાણસ્મા સિવિલ હોસ્પિટલ મોકલી હતી. સુરતમાં ગરબા ક્લાસીસ કેટલા વાગ્યા સુધી ચલાવી શકાશે ? પોલીસ કમિશ્નરે શું બહાર પાડ્યું જાહેરનામું, જાણો વિગત ગુજરાતની કઈ સુપર સ્ટાર લોક ગાયિકા ભાજપમાં જોડાઈ, જાણો વિગતે સૌરાષ્ટ્રમાં કઈ કઈ જગ્યાએ પડ્યો વરસાદ, જાણો વિગત