પાટણઃ ચાણસ્મા તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગઈ કાલે ભુલાપુરાની યુવતીએ પોતાની બે વર્ષની દીકરી અને માતા સાથે કેનાલમાં ઝંપલાવી દેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. યુવતીના પતિ અને પરિવારના અન્ય સભ્યો પણ દોડી આવ્યા હતા. જોકે, યુવતીએ અન્ય લોકો સાથે કેમ આપઘાત કરી લીધો તે હજુ જાણી શકાયું નથી. પતિ વાત કરતા કરતા ભાવૂક થઈ ગયા હતા. 


આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગઈ કાલે બપોરે યુવતીએ પોતાની દીકરી અને માતા સાથે ધસમસતી નર્મદા કેનલામાાં ઝંપલાવી દીધું હતું. જોકે, આસપાસના લોકો જોઇ જતાા ત્યાં દોડી આવ્યા હતા અને શોધખોળ શરૂ કરી હતી. પાણીનો પ્રવાહ વધુ હોવાથી તેમની કોઈ ભાળ મળી નહોતી. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તેમજ તરવૈયા બોલાવી ત્રણેયની શોધખોળ ચાલું છે, પરંતુ હજુ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. 


ઘટનાસ્થળે તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું હતું કે, ઘટનાથી જાણ થતાં જ અમે આવી પહોંચ્યા છીએ. ભુલપુરાની એક યુવતી તેની બે વર્ષની દીકરી અને માતાને પોતાની સાથે બાંધીને કેનાલમાં કૂદી હોવાની વિગતો મળી છે. જોકે, હજુ સુધી કોઈ વ્યક્તિની લાશ મળી આવી નથી, શોધખોળ ચાલુ છે.


કેનાલ પર પહોંચેલા પતિએ જણાવ્યું હતું કે, દોઢ વાગ્યા આસપાસ મારા ફોન ઉપર ફોન આવેલ કે તમારા ઘરના કેનાલમાં પડ્યા છે. તરત જ હું અને મારો પરિવાર ઘટનાસ્થળે આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોઈ દિવસ અમારા ઘરમાં મારી પુત્રી કે મારી પત્નીને કોઇ પ્રકારની તકલીફ હતી નહીં. કયા કારણોસર આવું પગલું ભર્યું છે તે હજુ મને પણ સમજાતું નથી. તેઓ વાત કરતા કરતા ભાવુક થઈ ગયા હતા. નર્મદા કેનાલ નજીકથી એકટીવા પણ મળી આવી છે અને ભોગ બનનારના પતિ આ એકટીવા પોતાનું હોવાનું જણાવ્યું હતું.