પાંથાવાડાઃ ગુંદરી બોર્ડર પરથી ભારતીય પેટ્રોલિયમના ટેન્કરમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે. બાતમીના આધારે પાંથાવાડા પોલીસે ભારત ગેસ લખેલા ટેન્કરમાં તપાસ કરી હતી. તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂની બોટલો મળી આવતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી.
નવી મોડસ ઓપરેન્ડીથી ટેન્કરમાં રાજસ્થાન તરફથી દારૂ આવતા બોર્ડર પર ટેન્કર ઝડપાયું છે. બાતમીના આધારે પાંથાવાડા પોલીસે ભારત ગેસ લખેલ ટેન્કરમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. દારૂ ભરેલ ટેન્કરની સાથે ચાલકને ઝડપી આગળની કાર્યવાહી પાંથાવાડા પોલીસે હાથ ધરી છે. ટેન્કરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ હોવાની શક્યતા છે.
રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવા અપનાવ્યો એવો કિમીયો કે જાણીને રહી જશો દંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Sep 2020 08:55 AM (IST)
પાંથાવાડા પોલીસે ભારત ગેસ લખેલા ટેન્કરમાં તપાસ કરી હતી. તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂની બોટલો મળી આવતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -