અમરેલી:  સાવરકુંડલા શહેરમાં ગટરની સમસ્યાથી લોકો પરેશાન થયા છે.  અનેક જગ્યાએ રેહણાંક વિસ્તારમાં ગટરના પાણી વર્ષોથી ખુલ્લામાં વહી રહ્યા છે.  શહેરના મધ્યમાંથી પસાર થતી નાવલી નદીમાં ગટરના પાણી સતત ચાલી રહ્યા છે.  સાવરકુંડલા અમરેલી રોડ ઉપર તો ગટરની કુંડીઓ ઉપર ઢાંકણા નથી.  વોર્ડ નંબર ત્રણમાં ગટરની સમસ્યા અને પીવાના પાણીના પ્રશ્ને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

ગટરના પાણી કાયમી માટે ખુલ્લામાં વહેતા રહે છે

સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં અનેક જગ્યાએ ગટરના પાણી કાયમી માટે ખુલ્લામાં વહેતા રહે છે. આ કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યા છે.  શહેરના મધ્યમાંથી નીકળતી નાવલી નદીમાં શહેરનું ગટરનું દૂષિત પાણી સતત વહી રહ્યું છે.  સાવરકુંડલાથી અમરેલી સ્ટેટ હાઇવે પર ગટરની કુંડીઓ ઉપર ઢાંકણા જ નથી.  ખુલ્લી ગટરો ઘણા સમયથી છે.  રાત્રિ દરમિયાન અનેક વખત ખુલી ગટરની કૂંડીના કારણે અકસ્માતો સર્જાય છે.  તંત્ર દ્વારા તાત્કાલિક ખુલી કુંડીઓનું નિરાકરણ લાવવું જોઈએ તેવી વાહન ચાલક અને સ્થાનિક લોકોની માંગ છે. 

તાત્કાલિક ગટરના પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે સ્થાનિકોની માંગ 

સાવરકુંડલાના વોર્ડ નંબર ત્રણમાં વર્ષોથી ગટરના પાણી રહેણાંક મકાન વિસ્તારમાંથી પસાર થાય છે.  અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં ગટરના પ્રશ્નનું નિરાકરણ  કરવામાં આવતું નથી.  જોકે સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણની એક બેઠક માટેની પેટા ચૂંટણી છે ત્યારે કોંગ્રેસ ભાજપ બંને પક્ષના લોકો મતદારો પાસે મત માંગવા આવી રહ્યા છે પરંતુ આ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ નથી આવતું.  મસમોટી ગટર આ રહેણાંક વિસ્તાર માંથી પસાર થાય છે.  સ્થાનિકોનો આરોપ છે કે આ ગટરમાં અનેક વખત બાળકો પડી ગયાની ઘટના બની છે.  સતત દૂષિત પાણી વહેતું રહે છે અને તેના કારણે આ વિસ્તારના લોકો ને માંદગીનો સામનો કરવો પડે છે. અહીં રહેતા સ્થાનિકોની માંગ છે તાત્કાલિક ગટરના પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે. 

મત માંગી જાય છે પંરતુ પૂરતી સુવિધાઓ આપતા નથી

સ્થાનિક લોકોનું કહેવું છે કે,  સાવરકુંડલા નગર પાલિકા ભાજપ શાસિત છે ત્યારે વોર્ડ નંબર ત્રણમાં પણ સદસ્ય ચૂંટાયેલા ભાજપના છે.  છતાં વોર્ડ નંબર ત્રણમાં  લોકો વર્ષોથી ગટરની સમસ્યાથી પીડાઇ રહ્યા છે ત્યારે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આ વિસ્તારમાં અનેક જગ્યાએ છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે.  ચૂંટણી સમયે મત માંગી જાય છે પંરતુ પૂરતી સુવિધાઓ આપતા નથી. 

સાવરકુંડલા શહેરમાં અનેક જગ્યાએ ગટરના પાણીની સમસ્યાઓ  સામે આવી છે ત્યારે પાલિકા ચીફ ઓફિસરે જણાવાયું હતું કે શહેરમાં ગટરનો પ્રોજેક્ટ મંજૂર થયો છે.  થોડા સમયમાં કામગીરી શરૂ થશે. ગટરના પાણી એસ.ટી.પી પ્લાન્ટ સુધી પહોંચડવામાં આવશે તેના કારણે ગટરના પાણીના પ્રશ્નનો કાયમી હલ થઈ જશે.  સાવરકુંડલા અમરેલી સ્ટેટ હાઇવે પર ગટરની કુંડીઓના ઢાંકણાઓ નથી અને કુંડીઓ ખુલી છે તે ગટર સ્ટેટ આર એન્ડ બી દ્વારા  બનાવામાં આવી છે તે તૂટી ગઈ . છે તેની જાણ પાલિકા દ્વારા સ્ટેટના નાયબ કાર્યપાલક ઇજનેરને ટેલીફોનીક જાણ કરી છે તેનો ટૂંક સમયમાં નિકાલ કરવામાં આવશે.  

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો પર ફરી વળ્યું બુલડોઝર