- Home
-
સમાચાર
-
ગુજરાત
કચ્છથી ખેડૂતોને વડાપ્રધાન મોદીનો સંદેશ, કહ્યું- દરેક શંકાના સમાધાન માટે તૈયાર
કચ્છથી ખેડૂતોને વડાપ્રધાન મોદીનો સંદેશ, કહ્યું- દરેક શંકાના સમાધાન માટે તૈયાર
વડાપ્રધાન રિન્યુએલ એનર્જી પાર્કનું પણ ઉદઘાટન કરશે. નરેન્દ્ર મોદી સાંજે સાડા પાંચ વાગે કચ્છના સફેદ રણનો નજારો માણશે. પાંચ કલાકની મુલાકાત બાદ તેઓ સાંજે સાડા સાત વાગે દિલ્હી જવા રવાના થશે.
એબીપી અસ્મિતા વેબ ટીમ
Last Updated:
15 Dec 2020 06:44 PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટેન્ટ સિટી પરત ફર્યા, દરબારી ટેન્ટ ખાતે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે કરશે બેઠક. કચ્છનાં જીલ્લા પ્રસાસનનાં અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહેશે. કચ્છ અને ગુજરાતનાં ટુરિઝમ વિકાસ માટે પણ બેઠકમાં ચર્ચા કરાશે.
ખેતી સુધારથી કોઈનું કંઇ કોઈ લઇ લેવાનું નથી. ખેડુતોને પીએમની અપીલ બધી જ શકાનાં સમાધાન માટે સરકાર છે. અમે હંમેશા માટે ખેડુતો માટે પૂરા પ્રયાસોથી કામ કરીએ છીએ. અમુક લોકો ખેડુતોનાં ખંભે બંધુક ફોડી રહ્યાં છે. ખેડુતોને ભરમાવે છે.
કચ્છનો ખેડૂત હોય કે સરહદ પર તૈનાત જવાબ બન્ને માટે પાણી ખૂબ જ જરુરી છે. કચ્છનાં ખેત ઉત્પાદનો વિદેશમાં નિકાસ થઈ રહ્યાં છે. ગુજરાતનું કૃષિ ઉધોગ પણ વિકાસ પામ્યું છે. ગુજરાત સરકાર ખેતી ક્ષેત્રમા બહું દખલ નથી દેતી. કૃષિ સેક્ટરને અમે ગુજરાતમાં ખુલ્લું કર્યું છે.
કચ્છની બની ભેંસનું દુનિયામા નામ છે. હાલમાં જ એક બન્ની ભેંસ 5 લાખમાં વેચાઈ હતી. આઝાદી બાદ ભેંસની બાની પહેલી બ્રીડ હતી. ખેડુતોનાં ઉદાહરણ હું એટલા માટે આપુ છુ કે, દિલ્હીમાં આજકાલ ખેડુતોને બિવડાવવામા આવી રહ્યાં છે તેમણે ભરમાવી દેવામા આવી રહ્યાં છે. દિલ્હી ખેડૂત આંદોલન અંગે પીએમએ કચ્છથી ઉલ્લેખ કર્યો.
ભૂકંપ બાદ કચ્છનાં વિકાસનો અભ્યાસ રિસર્ચ કરનાર લોકોએ કરવો જોઈએ. આ એક અભ્યાસનો વિષય છે. 128 વર્ષ પહેલા 15 ડિસેમ્બરનાં રોજ અમદાવાદમાં એક ઇન્ડસ્ટ્રિયલ સેમિનાર મળ્યો હતો, જેમા સુર્ય દ્રારા સંચાલિત એક યંત્ર અંગે ચર્ચા થઈ હતી. આજે આજ દિવસે સૌથી મોટા રીન્યુયેબ્લ એનર્જી પાર્ક બની રહ્યો છે. આ પાર્ક નાં કારણે પર્યાવરણનું રક્ષણ થશે. આ પ્લાન્ટમાં જે વીજળી બનશે જે પાંચ કરોડ કાર્બન ડાયોક્સાઇડ એબીશન રોકવામા મદદ કરશે.
કચ્છમાં પહોંચીને બેવડી ખુશી થઈ. કચ્છમાં દુનિયાનું સૌથી મોટું સોલાર પાર્ક બની રહ્યું છે. આ સોલાર પાર્ક સિંગાપોર જેવડું હશે. આજે કચ્છમાં નવી ઉર્જાનો સંચાર થયો. સરદાર પટેલનું સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે.
કચ્છી બોલીમાં પીએમ મોદીએ કરી સભાને સંબોધવાની શરૂઆત. કહ્યુ, કચ્છી માંડું કોરોના અને ઠંડીથી ધ્યાન રાખે. કચ્છ મને દિલથી વધારે પ્યારુ છે. દેશની ઓળખમા કચ્છ મહત્વનું છે. જે ગામડાઓ ખાલી પડી રહ્યાં હતાં તેં ગામડાઓ હવે હર્યાં ભર્યા બન્યાં છે, આ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા માટે જરુરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છી બોલીમાં શરૂ કરી ભાષણની શરૂઆત. કચ્છીમાં બોલીને કચ્છ અને કચ્છીઓના કર્યા વખાણ.
PM મોદીના હસ્તે કચ્છ ખાતે 30 હજાર MW ક્ષમતાના વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કના શિલાન્યાસનો કાર્યક્રમ શરૂ. દૈનિક 10 કરોડ લીટર ક્ષમતાના ડિસેલિનેશન પ્લાન્ટ અને ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ એન્ડ પેકિંગ પ્લાન્ટનો પણ મોદી શિલાન્યાસ ન્યાસ કરશે.
વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કને લઈ મુખ્યમંત્રી રૂપાણીએ કર્યું ટ્વિટ
વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કને લઈ મુખ્યમંત્રી રૂપાણીએ કર્યું ટ્વિટ
વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કને લઈ મુખ્યમંત્રી રૂપાણીએ કર્યું ટ્વિટ
બ્રેકગ્રાઉન્ડ
ધોરડોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કચ્છની એક દિવસની મુલાકાતે આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ધોરડોમાં આગમન થઈ ચૂક્યું છે. પીએમ મોદી ધોરડો ખાતે તૈયાર કરાયેલ વિલેજ થિમની પણ મુલાકાત લેશે. અહીં કચ્છની ગ્રામીણ ભાતીગળ સંસ્કૃતિ નિહાળશે. કચ્છનાં ગામડા, ભૂંગા અને તેની થિમ આધારિત તૈયાર કરાયેલ પાર્કની મુલાકાત લેશે.
વડાપ્રધાન મોદી કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી, ધોરડોથી મંગળવાર બપોરે 2.00 કલાકે ખાતમૂર્હુત કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેવાના છે.
માંડવીમાં મોદીના હસ્તે ડિસેલિશેન પ્લાન્ટનુ ખાતમુહુર્ત કરવામાં આવશે. વડાપ્રધાન રિન્યુએલ એનર્જી પાર્કનું પણ ઉદઘાટન કરશે. નરેનેદ્ર મોદી સાંજે સાડા પાંચ વાગે કચ્છના સફેદ રણનો નજારો માણશે. પાંચ કલાકની મુલાકાત બાદ તેઓ સાંજે સાડા સાત વાગે દિલ્હી જવા રવાના થશે.
વડાપ્રધાન ભૂકંપગ્રસ્તની યાદમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે. કચ્છના હસ્તકલા કારીગરોને મળી ટેન્ટસિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે.
વડાપ્રધાન બપોરે સફેદ રણ ખાતેથીજ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુર્હુત કરનારા હોવાથી બપોરનું ભોજન ટેન્ટ સીટી ખાતે લેશે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા ટેન્ટ સીટીના સંચાલકોને વડાપ્રધાનના ભોજનઅંગેની તૈયાર કરવા સુચના આપી દેવાઈ છે. જેમાં ગુજરાતી વડાપ્રધાન હોવાથી તેમને ફુલ ગુજરાતી થાળીનો રસથાળ પીરસવામાં આવશે તે સાથે તેમાં કચ્છી વાનગીઓનું સંયોજન કરાશે. ફરસાણમાં કચ્છી સમોસા, દાબેલી, મીઠાઈમાં અડદિયા પાક, ગુલાબ પાક વગેરે થાળીમાં પીરસાશે.