કેવડિયાની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી મોદીનો વધુ એક વખત પક્ષી પ્રેમ જોવા મળ્યો હતો. જંગલ સફારીનું લોકાર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રીએ સફારીની મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ અહીં ખૂબ નજીકથી પક્ષીઓ અને પ્રાણીઓ સાથે સમય પસાર કર્યો હતો.




પ્રધાનમંત્રી મોદીનો પક્ષી પ્રેમ જોવા મળ્યો. જંગલ સફારી પાર્કમાં પ્રધાનમંત્રીએ પક્ષીઓને હાથમાં લઈ ચણ ખવડાવ્યું. આફ્રિકન પોપટને હાથ પર બેસાડીને જોવા મળ્યા હળવા મૂડમાં. જંગલ સફારીમાં પ્રવાસીઓ દેશ-વિદેશના પ્રાણીઓ અને પક્ષીઓ જોવાનો આનંદ લઈ શકશે. બ્લેક શ્વાન, ગ્રે પોપટ, મકાવ, બિલાડી, સસલા સહિતના પક્ષીઓ અને પ્રાણીઓ જંગલ સફારીમાં જોવા મળશે.

જંગલ સફારી પાર્કની ટિકિટના 200 રૂપિયા અને નાના બાળકોના 125 રૂપિયા રાખવામાં આવ્યા છે. આરોગ્ય વનમાં પ્રતિ વ્યકિતએ ટિકિટના 30 રૂપિયા અને બાળકો માટે 20 રૂપિયા છે. જંગલ સફારી સવારે દસથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.