PM Modi Gujarat Visit: સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ, PM મોદીએ કહ્યુ- 'ગામ, ગરીબનો વિકાસ એ સરકારનો મંત્ર'
PM Modi Gujarat Visit: વડાપ્રધાન મોદી અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપશે
તેમણે કહ્યું હતુ કે 3 કરોડ લખપતી દીદી બનાવવાનો મારો સંકલ્પ છે. રોજ શાળાના ઓછામાં ઓછા 1 હજાર બાળકો આશ્રમની મુલાકાત લે. સાબરમતી આશ્રમ ઉર્જાનું જીવન કેન્દ્ર છે. સાબરમતી આશ્રમે બાપુના મૂલ્યોને સજીવ કરી રાખ્યા છે. દ.આફ્રિકાથી પરત ફર્યા બાદ બાપુએ પ્રથમ કોચરબ આશ્રમ બનાવ્યો. કોચરબમાં બે વર્ષ રહ્યા બાદ બાપુ સાબરમતી આશ્રમ આવ્યા હતા. આઝાદીના અમૃત મહોત્સવના ગાંધીના સિદ્ધાંતોનું પ્રતિબિંબ છે. દેશમાં 2 લાખથી વધુ અમૃતવાટીકાનું નિર્માણ કરાયું છે. દેશમાં 2 કરોડથી વધુ વક્ષો વાવવામાં આવ્યા છે. 17 હજારથી વધુ અમૃત સરોવરનું નિર્માણ થયું છે. સાબરમતી આશ્રમ આઝાદીની લડાઈ સાથે વિકસિત ભારતનું તીર્થ છે. જે દેશ વિરાસત ન સંભાળી શકે તે પોતાનું ભવિષ્ય ખોઈ બેસે છે. બાપુનો સાબરમતી આશ્રમ માનવ જાતની ઐતિહાસિક ધરોહર છે. આઝાદી પછી બાપુના સાબરમતી આશ્રમ સાથે ન્યાય ન થયો. 120 એકરમાં ફેલાયેલ બાપુનું આશ્રમ માત્ર 5 એકરમાં સમેટાઇ ગયો હતો.
તેમણે કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયા માટે આકર્ષણનું કેંદ્ર બન્યું છે. લાખો લોકો સરદાર પટેલને નમન કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે છે. જનઆંદોલન થકી બાપુએ દેશની જનતામાં ઉર્જાનું સિંચન કર્યું છે. બાપુએ ગ્રામ સ્વરાજ અને આત્મનિર્ભર ભારતનું સપનું જોયું હતુ. વોકલ ફોર લોકલ બાપુની આત્મનિર્ભર ભારતની પરિકલ્પના છે. ગુજરાતના 9 લાખ ખેડૂત પરિવાર પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ગુજરાતમાં 3 લાખ મેટ્રિક ટન યુરિયાનો ઉપયોગ ઓછો થયો છે. બાપુની પ્રાકૃતિક ખેતીની વિચારધારાને આગળ વધારવાનો પ્રયાસ છે. ગ્રામીણ મહિલાઓ સ્વનિર્ભર થઇ રહી છે.
લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે અગાઉની સરકારો ભારતને વિદેશની દ્રષ્ટીથી જોતા હતા. અગાઉની સરકારોની દ્રષ્ટીથી વિરાસતની જાળવણી થઇ નથી. કાશીમાં 2 વર્ષમાં 12 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવ્યા છે. અયોધ્યામાં 50 દિવસમાં 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. ગુજરાતે પોતાની ઐતિહાસિક વિરાસતોને સાચવીને રાખી છે. ગુજરાતે વિરાસતો સાચવવાનો હંમેશા પ્રયાસ કર્યો છે. ગુજરાતે રાષ્ટ્ર સ્મારકોને સાચવીને વિકાસ આગળ વધાર્યો છે. દિલ્હીમાં કર્તવ્યપથ પર નેતાજી સુભાષચંદ્રની પ્રતિમા સ્થાપિત કરી હતી.
લોકોને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતું કે બાપુના વિચારો,આદર્શ,મૂલ્યોને વિશ્વભરમાં ફેલાવવાનો સંકલ્પ છે. 1200 કરોડના ખર્ચે આશ્રમનો 55 એકરમાં વિકાસ કરાશે. આશ્રમના ટ્રસ્ટી અને આશ્રમવાસીઓનો ખુબ આભાર માનીએ છીએ. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ છે.
વડાપ્રધાન મોદી સાબરમતી આશ્રમ નવીનીકરણના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. 1200 કરોડ રૂપિયાના ખર્ચે આશ્રમને રિડેવલપમેન્ટ કરાશે. સાબરમતી આશ્રમને પાંચમાંથી 55 એકરમાં ફેલાવાશે. વારસો સચવાય રહે તે રીતે હૃદયકુંજ સહિતના 20 સ્થળોની ડિઝાઈન બનાવાઇ છે. કેફેટેરિયા, ઉદ્યોગમંદિર, ઓરીએન્ટેશન સેન્ટર ઉભું કરાશે. ભાષાનુવાદ કેન્દ્ર, લેક્ચર-સેમિનાર માટેની વ્યવસ્થા ઉભી કરાશે. આર્કિટેક બિમલ પટેલે નવી ડિઝાઈન તૈયાર કરી છે
વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે અમે વિકાસકાર્યો સરકાર બનાવવાનું નહીં,દેશને બનાવવાનું મિશન છે. પૂર્વ-પશ્ચિમને જોડતો ફ્લેટ કોરિડોર લગભગ પૂર્ણ થઇ ગયો છે. કોરિડોર પર માલગાડીની ગતિ બે ગણી વધુ થઈ છે. ઈન્ડસ્ટ્રીઝ કોરિડોરનો પણ વિકાસ થઈ રહ્યો છે. ભારતીય રેલવે આત્મનિર્ભર ભારતનું એક ઉદાહરણ છે. રેલવે સ્ટેશન પર વન સ્ટેશન, વન પ્રોડક્ટના 1500 સ્ટોલ છે. અત્યાર સુધીમાં લગભગ 300 આસ્થા ટ્રેન દોડી છે. આસ્થા ટ્રેનથી સાડા ચાર લાખ લોકોએ અયોધ્યામાં દર્શન કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે અત્યાર સુધીના થયેલા કામ ટ્રેલર માત્ર છે, હજુ ઘણું કરવું છે. દેશના 250 જિલ્લામાં વંદે ભારત ટ્રેનનું નેટવર્ક છે. અમદાવાદ-જામનગર વંદે ભારત હવે દ્વારકા સુધી પહોંચશે. કુંભના મેળાના યાત્રીઓને પણ વંદે ભારત ટ્રેનનો લાભ મળશે. રેલવેમાં ગતિ સાથે વિકાસ કાર્યો થઈ રહ્યા છે. આધુનિક એન્જિન અને આધુનિક ડબ્બા રેલવેની તસવીર બદલશે. ભારતીય રેલવેને આધુનિક બનાવવાનો સતત પ્રયાસ થઈ રહ્યો છે. માનવ રહિત ફાટક સમાપ્ત કરવાનો સંકલ્પ છે. સૌર ઉર્જાથી ચાલનારા રેલવે સ્ટેશન તૈયાર થઈ રહ્યા છે. રેલવેનું આધુનિકરણ મેડ ઈન ઈન્ડિયાના સંકલ્પને સાકાર કરે છે.
તેમણે કહ્યું હતું કે લોકાર્પણ વર્તમાન માટે, શિલાન્યાસ ઉજ્જવળ ભવિષ્ય માટે છે. ભારત સરકારના નાણા રેલવેના વિકાસ માટે છે. અગાઉ મુસાફરો ટ્રેન કેટલી મોડી છે તે જોતા હતા. 10 વર્ષ અગાઉ નોર્થ ઈસ્ટની રાજધાની રેલવે સાથે જોડાયેલી નહોતી. રેલવે અગાઉની સરકારની પ્રાથમિકતા નહોતી. રેલવેની કાયાપલટ સરકારની ઈચ્છાશક્તિનું પરિણામ છે. રેલવેનું આધુનિકરણ અમારી સરકારની પ્રાથમિકતા છે. પાંચ વર્ષમાં ભારતીય રેલવેની કાયાપલટની ગેરન્ટી છે. દેશના યુવાનો નક્કી કરશે કેવો દેશ અને કેવી રેલ જોઈએ છે.
વડાપ્રધાન મોદીએ 85 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યું હતુ. લોકોને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે વિકાસની ગતિને હું ધીમી પડવા દઇશ નહીં. ગુજરાત,મહારાષ્ટ્રમાં એકતા મોલની શરૂઆત કરાઇ છે. એકતા મોલ વોકલ ફોર લોકલના સૂત્રને સાકાર કરશે. એકતા મોલથી એક ભારત,શ્રેષ્ઠ ભારતનું સૂત્ર સાકાર થશે.
વડાપ્રધાન મોદી અમદાવાદમાં 85 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. આ ઉપરાંત ડીએફસીના મુખ્ય વિભાગોના અર્પણ સાથે 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ કોચરબ આશ્રમનું ઉદ્ધાટન કરશે અને ગાંધી આશ્રમ સ્મારકના માસ્ટર પ્લાનનો શુભારંભ કરાવશે. આ ઉપરાંત રેલવેના માળખાગત સુવિધા અને કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા ડીએફસીના ઓપરેશન કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે અને 85 હજાર કરોડ મૂલ્યના રેલવે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે
બ્રેકગ્રાઉન્ડ
PM Modi Gujarat Visit: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન મોદી સાબરમતી આશ્રમના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન લોન્ચ કરશે. સાબરમતી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મોદી સભામાં ઉપસ્થિત રહેશે. આ સમયે 24 મહિલા ચરખો કાંતીને મોદીનું સ્વાગત કરશે. વડાપ્રધાન મોદીની અમદાવાદ મુલાકાતને લઈને સુરક્ષા એજન્સીઓએ કવાયત હાથ ધરી હતી. ગાંધી આશ્રમ અને સભા સ્થળ પર તપાસ કરી હતી.
જાણો સંપૂર્ણ કાર્યક્રમ
મળતી જાણકારી અનુસાર, વડાપ્રધાન મોદી સવારે 8.20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. બાદમાં નવ વાગ્યે સાબરમતી ડી કેબિન રેલવે સ્ટેશને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ 9.30 કલાકે સાબરમતી આશ્રમ જવા રવાના થશે. ત્યારબાદ 10 વાગ્યે વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમના નવીનીકરણનો પ્રોજેકટ નિહાળશે. સાડા 10 વાગ્યે અભયઘાટ પર સભા સંબોધન કરશે. અહીં તેઓ ગાંધી આશ્રમના રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેક્ટ પાછળ સરકાર 1200 કરોડ ખર્ચશે અને આખા આશ્રમની કાયાપલટ કરશે. ત્યારબાદ તેઓ સાબરમતી ગાંધી આશ્રમ નજીક આવેલા અભય ઘાટ મેદાન ખાતે વિશાળ જનસભાને સંબોધશે. ગુજરાતી વડાપ્રધાન રાજસ્થાન જવા રવાના થશે.
ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપશે. એક સ્ટેશન એક ઉત્પાદન સ્ટોલ, ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ, ગુડ શેડ અને જન ઔષધી કેંદ્રનું લોકાર્પણ કરશે.
અમદાવાદથી દ્વારકા સુધી વંદે ભારત ટ્રેન દોડશે
હવે અમદાવાદથી દ્વારકા સુધી વંદે ભારત ટ્રેન દોડશે. પીએમ મોદીની વર્ચ્યુ્અલ હાજરીમાં રાજકોટ રેલવે સ્ટેશનથી જામનગર-અમદાવાદ વંદેભારત ટ્રેનને દ્વારકા સુધી લંબાવાશે. ઓખા-અમદાવાદ વંદેભારત ટ્રેન સપ્તાહના છ દિવસ ઓખાથી સવારે 3.40 વાગ્યે રવાના થઈ 4 વાગ્યે 5 મિનિટે દ્વારકા પહોંચશે.
બાદમાં દ્વારકાથી 4.10 વાગ્યે નિકળી સવારે 10.10 વાગ્યે અમદાવાદ પહોંચશે. તો ટ્રેન નંબર 22925 અમદાવાદ ખાતેથી મંગળવાર સિવાયના છ દિવસ દોડશે. જે મુજબ ટ્રેન અમદાવાદથી સાંજે 6 વાગ્યે 10 કલાકે રવાના થશે અને રાત્રે 12.05 મિનિટે દ્વારકા અને 12 વાગ્યે 40 મિનિટે ઓખા પહોંચશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -