અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસીય ગુજરાતની મુલાકાતે છે. પીએમ મોદીએ આજે સુપ્રસિધ્ધ અમૂલ ડેરીના મોગર સ્થિત રૂા. 3૦૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટ (રેડી ટુ યુઝ થેરાપ્યુસ્ટીક ફુડ) અને ટેક હોમ રાશન પ્લાન્ટનું ઉદ્ઘઘાટન કર્યું હતું.
અહીં લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે તમે આજે મને જે સન્માન આપ્યુ છે તે બદલ હું તમામ ખેડૂત પરિવારોને આદરપૂર્વક નમન કરું છું. દુનિયા ના 40થી વધુ દેશોમાં અમૂલ સહકારની બ્રાન્ડ બની ગઈ છે. આ ઉત્પાદન ઉદ્યોગ નથી, મિલ્ક પ્રોસેસિંગ પ્રક્રિયા જ નથી વૈકલ્પિક અર્થવ્યવસ્થા નું મોડેલ છે. જેના પર સરકાર કે ઉદ્યોગપતિઓનો કબજો હોતો નથી એવું આ અર્થવ્યવસ્થાનું મોડલ છે.
અમદાવાદનું પ્રિતમનગર સહકારી હાઉસિંગ મોડેલનું પહેલું ઉદાહરણ બન્યું હતું. અમૂલના 75 વર્ષ અને દેશની આઝાદીના 75 વર્ષ પ્રસંગે અમૂલ કોઈ એવું લક્ષ્ય નક્કી દરે જે દેશ દુનિયા માટે ઉદાહરણીય બને.આ અવસરે રાજ્યપાલ ઓ. પી. કોહલી, મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ઉપસ્થિતિમાં રહ્યા હતા.
આણંદમાં દોઢેક કલાકના રોકાણ બાદ વડા પ્રધાન 12.50 અમદાવાદ આવવા રવાના થશે. ત્યાંથી 1.30 વાગ્યે ભૂજ જવા રવાના અને ત્યાંથી 2.40 વાગ્યે અંજારના સતાપર ગામે જાહેર સભાને સંબોધશે તથા ત્યાં ભીમાસર-અંજાર-ભૂજ નવા નેશનલ હાઈવે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને મુન્દ્રાની એક ફેક્ટરીનું તથા એલએનજી ટર્મિનલનું ઉદ્ઘાટન પણ કરશે. અંજારથી રાજકોટ જશે.
ત્યાર બાદ કચ્છના અંજારમાં LNG લાઈનનું ઉદ્ઘાટન કરશે. જેનાથી પેટ્રો પેદાશમાં ક્રાંતિ આવશે. આ સિવાય પીએમ મોદી રાજકોટ જશે. જ્યાં ગાંધીજીએ સાત વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. તે આલ્ફ્રેડ સ્કૂલમાં બનાવવામાં આવેલા મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. આ સિવાય રાજકોટ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલા સીસીટીવી કેમેરા પ્રોજેક્ટનું પણ લોકાર્પણ થશે. પીએમ મોદી સાંજે 5 વાગ્યે સભાને સંબોધન કરશે. પીએમના આગમનને લઈ રાજકોટ શહેરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.