માંડવીના તાલુકાના ગુંદયાળી પાસેના ઘ્રબુડીના દરિયા કિનારે 60 એકર વિસ્તારમાં આઠસો કરોડના ખર્ચે આ ડિસેલિનેશન પ્લાન્ટ બનશે પછી નર્મદાનાપાણી પર બે તાલુકાનાં લોકોએ અવલંબિત નહી રહેવું પડે. પ્લાન્ટ શરૂ થયા બાદ નવા પંમ્પિંગ સ્ટેશનમાંથી બલ્ક પાઈપ લાઈનને પાણી પુરવઠાની ગ્રીડ સાથે જોડી દેવાશે. પાણી વહેતું થશે ત્યારે ગ્રામ્ય વિસ્તારો તેમજ કેટલાક ઔઘોગિક એકમો લાભન્વિત થશે. આ પ્લાન્ટ ઈઝરાયલી ટેકનોલોજી પર આધારિત છે.
દરિયાના ખારા પાણીને મીઠા જળમાં રૂપાંતરિત કરતો 100 એમ.એલ.ડીની ક્ષમતા સાથેનો પ્રોજેક્ટ રાજ્યમાં સૌથી મોટો છે. આ પ્લાન્ટ ઉપરાંત દ્વારકા પાસે ગાંઘવી ગામમાં 70 એમએલડી, ભાવનગરના ઘોઘાની પાસે નિર્માણ પામનારા પ્લાન્ટની ક્ષમતા 70 એમએલડી અને સોમનાથના સુત્રાપાડા પાસેના ગામમાં 30 એમએલડી ક્ષમતા સાથેનો પ્લાન્ટ સ્થાપિત કરાશે.
પગારદારો માટે મોટી જાહેરાત, જાણો હવે કંપનીઓએ કઈ રીતે કાપવો પડશે ટેક્સ ? કેટલા પગાર પર કપાશે કેટલો TDS ?