ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21મીએ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ મોદી નર્મદાના કેવડિયાના સાધુબેટ ખાતે ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સનમાં હાજરી આપશે. પ્રધાનમંત્રીનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજરી આપશે. કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ ટેન્ટ પણ સિટી પહોંચ્યા છે. આ પહેલાં તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.
20 થી 22 તારીખ સુધી ચાલનારી 53મી ઓલ ઇન્ડિયા ડિજી કોન્ફરન્સને પગલે સમગ્ર વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 130 થી વધુ ડીજી અને આઇજીપી હાજર રહેશે. રાજ્ય પોલીસની 100 થી વધુ ઇનોવા અને 150 થી વધુ બોલેરો કાર ઉપયોગમાં લેવાશે. કુલ મળીને 5000 થી વધુ પોલીસ જવાનો સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તૈનાત છે. ગુજરાત ATS, ચેતક કમાન્ડો, SPG, BSF અને પેરામિલિટરી ફોર્સ બંદોબસ્તમાં ગોઠવવામાં આવી છે.


પીએમ મોદી 21 ડિસેમ્બરે સવારે 6.20 વાગે દિલ્હી થી વડોદરા આવશે. વડોદરાથી 7.55 વાગ્યે કેવડિયા જવા હેલિકોપ્ટર દ્વારા રવાના થશે. 8.30 વાગે કેવડિયા આગમન થશે. 22 ડિસેમ્બરે 9.15 થી 3.30 વાગ્યા સુધી DGP કોન્ફરન્સને સંબોધશે. ત્યાર બાદ 3.45 કેવડિયાથી ગાંધીનગર જવા રવાના થશે. ગાંધીનગરમાં 5.00 થી 6.30 ભાજપ મહિલા સંમેલનમાં હાજરી આપશે. 6.55 અમદાવાદ એરપોર્ટ થી દિલ્હી જવા રવાના થશે.