ગાંધીનગર : ગુજરાતને પીએમ મોદી આજે ત્રણ મોટી ભેટ મળશે. એશિયાના સૌથી મોટા ટેમ્પલ રોપ વેનું આજે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે જ પ્રધાનમંત્રી કિસાન સૂર્યોદય યોજનાને પણ શરુ કરશે. રોપ વેના ઈ-લોકાર્પણ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.


અમદાવાદની યુ એન મહેતાની કાર્ડિયાક બિલ્ડિંગનું આજે પ્રધાનમંત્રી મોદી ઈ લોકાપર્ણ કરશે. આ સાથે ખેડૂતોને દિવસે વિજળી આપવાની કિસાન સર્વોદય યોજનાનો પણ પ્રારંભ કરાવશે. પ્રથમ તબક્કામાં 2થી 3 હજાર ગામને લાભ મળશે.

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં કાર્યરત્ યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલૉજી ઍન્ડ રિસર્ચ સેન્ટરને વધુ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું છે. હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પીડિયાટ્રિક હાર્ટ હૉસ્પિટલ ઊભી કરવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન વડા પ્રધાન દ્વારા કરવામાં આવશે.

રાજ્યના ખેડૂતોને દિવસમાં વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજનાનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

યોજનાના પ્રથમ તબક્કામાં દાહોદ, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાનાં 1570 ગામોના ખેડૂતોને સવારે 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે. ગુજરાત સરકારે આ યોજના માટે બજેટમાં 3500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. બજેટનો ઉપોયગ ટ્રાન્સમિશન લાઇનો નાખવા માટે થશે, જેનું કામ 2023 સુધી પૂર્ણ કરવામાં આવશે.