ગાંધીનગર: કોરોના સામે લડવા માટે દેશના ઉદ્યોગપતિઓની લઈને સામાન્ય માણસ પણ સરકારની આર્થિક મદદ કરી રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના માતા હીરાબાએ પોતાની અંગત બચતમાંથી પીએમ કેર ફંડમાં 25 હજાર રૂપિયાનું દાન આપ્યું છે.


પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ તાજેતરમાં PM-CARES FUNDમાં નાગરિકોને સહાયતા આપવાની વાત કરી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને કોવિડ -19 સામે ભારતના યુદ્ધમાં તમામ ક્ષેત્રના લોકોને દાન આપવા અપીલ કરી હતી.

લોકડાઉનના પગલે આવતીકાલથી ગુજરાતમાં ગરીબોને અનાજનું વિતરણ કરવામાં આવશે. શ્રમિકોને મફતમાં અનાજની કીટ આપવામાં આવશે. આ માટે એક કિમટીની રચના કરવામાં આવી છે. જે વ્યવસ્થા પર દેખરેખ રાખશે.

ગુજરાતમાં આજે વધુ બે કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવચા કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 73 પર પહોંચી છે. ગુજરાતમાં ખતરનાક કોરોના વાયરસથી કુલ 6 લોકોના મોત થયા છે.