જન્મદિને ના કેક, ના મિષ્ટાનઃ મોદીએ લીધું કેવું એકદમ સાદુ ભોજન ? ખાધી કઈ ત્રણ જ વસ્તુ, જાણો
abpasmita.in | 17 Sep 2016 04:44 PM (IST)
નવસારીઃ વડાપ્રધાન મોદીનો આજે 67મો જન્મદિવસ છે. પણ વડાપ્રધાન મોદીએ તેમના જન્મદિવસ પર જ લંચ લીધુ નહોતું. સૂત્રોના કહેવા પ્રમાણે, મોદીએ લીમખેડાથી નવસારી જતાં સમયે હેલિકોપ્ટરમાં જ લંચ લીધુ હતું. લંચમાં તેમણે એક સફરજન, એક કેળુ અને થોડી મગફળી ખાધી હતી. નોંધનીય છે કે મોદીનો આજનો દિવસ ખૂબ વ્યસ્ત રહ્યો હતો. મોદીએ માતા હિરાબાના આશીર્વાદ લઇ દિવસની શરૂઆત કરી હતી. ત્યારબાદ લીમખેડામાં વનબંધુ કાર્યક્રમમાં હાજરી આપી હતી. બાદમાં તેઓ નવસારીમાં દિવ્યાંગોને સાધન સહાય કાર્યક્રમમાં ભાગ લેવા રવાના થયા હતા.