ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પ્રવાસ શરૂ થઈ ગયા છે. આગામી એપ્રિલ માસમાં પીએમ મોદી ગુજરાતમા બે વખત ગુજરાત પ્રવાસે આવી શકે છે. 15 એપ્રિલે PM મોદી વલસાડના પ્રવાસે આવી શકે છે. વલસાડના ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત રહી શકે છે. જ્યારે 24મી એપ્રિલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર મુલાકાતે આવે તેવી શક્યતા છે. આયુષ મંત્રાલય હેઠળ જામનગરમા WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના સ્થાપમાં કાર્યક્રમમા પીએમ મોદી હાજર રહી શકે છે.


ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, ક્યારે અને શું છે તેમનો કાર્યક્રમ?


ગાંધીનગરઃ ફરી એકવાર કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. પંદર દિવસમાં જ બીજીવાર શાહનો ગુજરાત પ્રવાસ થવાનો છે. 10 એપ્રિલે શાહ ગુજરાતના પ્રવાસ આવશે. ગાંધીનગર ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના કાર્યક્રમમાં હાજર રહેશે. નેશનલ ફોરેન્સિક સાઇસન્સ યુનિવર્સીટીના પણ એક કાર્યક્રમમાં હાજર રહેશે.


ગુજરાતમાં ભાજપમાં આજે અમદાવાદના કયા આગેવાનો જોડાશે ભાજપમાં? જાણો મોટા સમાચાર


ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક આગેવાનો ભાજપમાં જોડાઇ રહ્યા છે. ત્યારે આજે અમદાવાદના રાજકીય સામાજિક આગેવાનો ભાજપમાં જોડાશે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે. આજે બપોરે એક વાગ્યે આગેવાનો ભાજપમાં જોડાવાના છે. 


અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં નરેશ પટેલ અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને લઈને રાજકારણ ગરમાયું છે. જો કે હવે આ બન્ને દિગ્ગજોને લઈને કેટલીક વાતો સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે પ્રશાંત કિશોર રણનીતિકાર તરીકે નહિ એક નેતા તરીકે કોંગ્રેસમાં કામ કરશે. તેઓ ટૂંક સમયમાં જ
વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે.કોંગ્રેસના જોડાયા બાદ તેઓ ગુજરાત માટે કરશે કામ.


આ ઉપરાંત ગુજરાતમાં સૌથી વધુ અટકળો નરેશ પટેલને લઈને ચાલી રહી છે. પરંતુ નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જોડાશે તેવી વાત સામે આવી છે. નરેશ પટેલ 2022ની ચૂંટણી પણ લડશે. જો કે તેના આવવાથી હાર્દિક પટેલનું પદ યથાવત રહેશે. હાર્દિકનું કદ ન ઘટે તે માટે નરેશ પટેલને અન્ય કામગીરી સોંપાશે. નરેશ પટેલની પોતાને CMનો ચેહરો જાહેર કરવાની માગ કરી હોવાની અટકળો ચાલી રહી છે.  જોકે આ મામલે કોંગ્રેસે હજુ સુધી કોઈ કમીટમેન્ટ આપ્યું નથી. નરેશ પટેલ અને પ્રશાંત કિશોર એપ્રિલના પહેલા સપ્તાહમાં કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે.


ગુજરાત કોંગ્રેસના ક્યા ધારાસભ્યની ભાજપમાં જોડાવાની ધમકી ? 


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એકવાર મોટું ભંગાણ થઈ શકે છે.  કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે. અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ શકે છે. અશ્વિન કોટવાલ ખેડબ્રહ્માના ધારાસભ્ય છેય છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે. વિધાનસભાના વિપક્ષના નેતા ના બનાવતા કોટવાલ નારાજ છે. કોટવાલ છેલ્લા ઘણા સમયથી ગૃહમાં પણ ગેરહાજર રહ્યા છે. છેલ્લા થોડા દિવસથી કોટવાલ કોંગ્રેસના નેતાઓના ફોન નથી ઉપાડી રહ્યા.  









રાહુલ ગાંધી સુધી પહોંચ્યો મામલો


મધુસૂદન મિસ્ત્રી દ્વારા હેરાનગતિ ન થાય તેવી રાહુલ ગાંધી ગેરંટી આપે તેવી કોટવાળની માંગ હોવાનું સૂત્રએ જણાવ્યું છે. લોકપ્રિયતા હોવા છતા 2017માં ટિકિટ માટે કોટવાળને હેરાન થવું પડ્યું હતું. મધુસુદન મિસ્ત્રી તરફથી હેરાનગતિ અટકવાનું નક્કર વચન હાઈકમાંડ નહીં આપે તો કોટવાલ કોંગ્રેસ છોતે તેવી શક્યતા છે. રઘુ શર્માના પ્રયાસો નિષ્ફળ રહેતા મામલો રાહુલ ગાંધી સુધી પહોંચ્યો છે. વિધાનસભાનું સત્ર પૂરું થયા બાદ કોટવાલ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે.