ગુજરાત પંચાયત મહાસંમેલનઃ પીએમ મોદીએ ગુજરાતીમાં સંબોધન કરી ગુજરાતના ગામડાઓની પ્રસંશા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટથી રોડ શો કર્યા બાદ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી ગુજરાત પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે.

gujarati.abplive.com Last Updated: 11 Mar 2022 05:53 PM
પીએમ મોદીઃ દરેક ગામમાંથી 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે તૈયાર થાય

પીએમ મોદીઃ દરેક ગામમાંથી 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે તૈયાર થાય. ખેતરમાં કેમિકલ નાખવાનું બંધ કરીને ધરતી માંને પીડામાંથી મુક્ત કરવાની જવાબદારી આપણી છે.

દરેક ગામમાં 75 વૃક્ષો વાવવા માટે પ્રધાનમંત્રી મોદીએ અપિલ કરી

આઝાદીના 75 વર્ષની ઉજવણી સ્વરુપે દરેક ગામમાં 75 વૃક્ષો વાવવા માટે પ્રધાનમંત્રી મોદીએ ગામના આગેવાનોને અપિલ કરી. ગુજરાતના ગામડાઓમાં અમૃત મહોત્સવનું આવુ નાનકડું પણ મોટું કામ કરવું જોઈએ

ગુજરાતની પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતા મહિલાઓનું વધુ પ્રતિનિધિત્વઃ પીએમ મોદી

ગુજરાત પંચાયત સંમેલનમાં અહીં મોટા ભાગે બહેનો છે અને ગુજરાતનું સદભાગ્ય છે કે, દેશના લોકોને ખબર નહીં, ગુજરાતની પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતા મહિલા વધુ પ્રતિનિધિત્વ કરી રહી છેઃ પ્રધાનમંત્રી મોદી

પીએમ મોદીએ ગુજરાતીમાં સંબોધન કરી ગુજરાતના ગામડાઓની પ્રસંશા કરી

પીએમ મોદીએ ગુજરાતીમાં સંબોધન કરી ગુજરાતના ગામડાઓની પ્રસંશા કરી. કોરોના કાળમાં ગામડાઓના આગેવાનોની સતર્કતાથી કોરોનાને ગામડાઓમાં પહોંચતાં ફીણ વળી ગયા. પીએમ મોદીએ મહામારી દરમ્યાન સારી કામગીરી કરનાર ગામડાઓના આગેવાનોની પ્રશંસા કરી

પીએમ મોદીનું ગુજરાત પંચાયત મહાસંમેલનમાં સંબોધન

પીએમ મોદીએ મહાસંમેલનને સંબોધનની શરુઆત બધાને નમસ્કાર કરીને કરી. 

પીએમ મોદી, મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના નેતાઓ સ્ટેજ પર ઉપસ્થિત

વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રી બ્રિજેશ મેરજા, નરહરિ અમીન, સાંસદ એચ.એસ પટેલ, મેયર કિરીટ સોલંકી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ, નઈનાબેન પટેલ સ્ટેજ પર ઉપસ્થિત.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પીએમ મોદીને મોમેન્ટો આપી સ્વાગત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પંચાયત મહાસંમેલનમાં પહોંચ્યા હતા જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પીએમ મોદીને મોમેન્ટો આપી તેમનું સ્વાગત કર્યું. તેમની સાથે ગુજરાતના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા પણ હાજર રહ્યા.

PM નરેન્દ્ર મોદી પંચાયત મહાસંમેલનમાં પહોંચ્યા, મહાસંમેલનમાં કરશે સંબોધન

PM નરેન્દ્ર મોદી પંચાયત મહાસંમેલનમાં પહોંચ્યા છે. થોડીવારમાં પ્રધાનમંત્રી મહાસંમેલનમાં સંબોધન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજભવનથી જીએમડીસી ગ્રાઉન્ડ જવા રવાના

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજભવનથી અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ જવા માટે રવાના થયા. પીએમ મોદી ગુજરાત પંચાયત મહાસંમેલનમા હાજરી આપશે.

બ્રેકગ્રાઉન્ડ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટથી રોડ શો કર્યા બાદ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી ગુજરાત પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે. પીએમ મોદી રાજભવનથી અમદાવાદના જીએમડીસી સેન્ટર ખાતે આયોજીત સરપંચ સંમેલનમાં આવવા માટે રવાના થઈ ચુક્યા છે. આ ગુજરાત પંચાયત મહાસંમેલનમાં ગુજરાતના જિલ્લા અને તાલુકા પંચાયતના તમામ પ્રમુખો અને સભ્યો તથા ગ્રામ પંચાયતના તમામ સરપંચો અને સભ્યો ઉપસ્થિત રહેશે. 


GMDC ગ્રાઉન્ડના આ કાર્યક્રમથી પીએમ મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચારનો શંખનાદ કરશે. પીએમ મોદી આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી આવેલા કાર્યકર્તાઓએ ગુજરાતની ચૂંટણી અંગેનું માર્ગદર્શન આપશે. ભાજપનું આ વિરાટ શક્તિ પ્રદર્શન મિશન 150 બેઠકો માટેનું માનવામાં આવી રહ્યું છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.