Virat Kohli Retirement Rumours: હવે કદાચ હું ક્યારેય ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ નહીં કરું. મારામાં આટલું ક્રિકેટ બાકી નથી. ગયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં જે બન્યું તેનાથી હું ખુશ છું. ખરેખર, ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આ વાત કહી હતી... વિરાટ કોહલી શનિવારે આરસીબીની ઈનોવેશન લેબ ઈન્ડિયન સ્પોર્ટ્સ સમિટમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે હવે કદાચ હું ક્યારેય ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ નહીં રહીશ. આ નિવેદન બાદ વિરાટ કોહલીના નિવૃત્તિ અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે વિરાટ કોહલી ટૂંક સમયમાં ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
'મને ફરવાનું પસંદ છે, પરંતુ સાચુ કહું...'
આરસીબીની ઇનોવેશન લેબ ઇન્ડિયન સ્પોર્ટ્સ સમિટમાં વિરાટ કોહલીએ નિવૃત્તિ પછીની પોતાની યોજનાઓ વિશે વાત કરી. વિરાટ કોહલીએ કહ્યું કે મને મુસાફરી કરવી ગમે છે, પણ સાચું કહું તો મને ખબર નથી કે ક્રિકેટને અલવિદા કહ્યા પછી હું શું કરીશ? તાજેતરમાં મારા સાથી ખેલાડીએ મને આ જ પ્રશ્ન પૂછ્યો અને મેં તેનો જવાબ અહીં આપ્યો. વિરાટ કોહલી કહે છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં મળેલી સિદ્ધિઓથી તે ખુશ છે. જોકે, આ વખતે ટીમ ઈન્ડિયાને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 3-1થી હરાવી.
વનડે ફૉર્મેટમાં ક્યાં સુધી રમશે વિરાટ કોહલી ?
૨૦૨૪માં T20 વર્લ્ડકપ જીત્યા બાદ વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય T20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તાજેતરમાં, ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીત્યો હતો. આ પછી વિરાટ કોહલીના નિવૃત્તિના સમાચાર સતત હેડલાઇન્સમાં રહ્યા, પરંતુ આ બેટ્સમેને ODI ફોર્મેટ રમવાનું ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. એવું માનવામાં આવે છે કે વિરાટ કોહલી 2027 સુધી ODI વર્લ્ડકપ રમી શકે છે. જોકે, અત્યાર સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ અટકળો ચાલુ છે.