PM Modi Garba: આજથી દેશભરમાં પવિત્ર નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે, ગુજરાતમાં આ નવરાત્રિને આસો નોરતા કહેવામાં આવે છે, જ્યારે ઉત્તર ભારતમાં શારદીય નવરાત્રિ તરીકે ઓળખવામા આવે છે. આજથી નવા દિવસે ઠેર ઠેર માતાજીના ગરબાની પૂજા-અર્ચના, હૉમ-હવન અને સાધના કરવામાં આવે છે, આની સાથે સાથે નવા દિવસ સુધી ગરબાની પણ રમઝટ જામે છે. ત્યારે આ બધાની વચ્ચે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલા ગરબાની પણ રમઝટ જોવા મળશે. કેમ કે પીએમ મોદી દ્વારા લખાયેલા ગરબાને સંગીત મળ્યુ છે. આ વાતનો આભાર ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ માન્યો છે. 


નવરાત્રિ દરમિયાન જેકી ભગનાનીના ડાયનામિક મ્યૂઝિક લેવલ જેજસ્ટ મ્યૂઝિકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ એક ગરબા પર આધારિત મ્યૂઝિક વીડિયો ગીતને યુટ્યુબ પર રિલીઝ કરાયું છે. આ ગરબાને લોકો વચ્ચે ખુબ જ પ્રેમ મળી રહ્યો છે. સાંભળો અહીં.... 






એક્ટર જેકી ભગનાનીના જણાવ્યા અનુસાર, આ ગીત નવરાત્રિના તહેવારમા એક અલગ માહોલ તૈયાર કરી રહ્યુ છે. આ ગરબા ટ્રેક આ ઉત્સવમાં રંગારંગ છે. પીએમ નરેન્દ્ર મોદીની એક કવિતાથી પ્રેરણા લઈને આ ગરબાને તૈયાર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા લખવામાં આવેલ ગીતમાં નવરાત્રિના તહેવાર વિશે વાત કરવામાં આવી છે. જે અલગ અલગ રાજ્યોમાં લોકોની સંસ્કૃતિઓ અને પરંપરાઓને ગળે લગાવી એક સમુહમાં લાવવાનું કામ કરે છે. આ ગીતમાં અવાજ ધ્વનિ ભાનુશાળીએ આપ્યો છે અને તેને તનિષ્ક બાગચી દ્વારા કમ્પૉઝ કરવામાં આવ્યો છે.




પીએમ મોદીએ માન્યો આભાર 
ધ્વનિ ભાનુશાળી(Dhvani Bhanushali)ને X પર ટેગ કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું કે, ગરબાની આ મનમોહક પ્રસ્તુતિ માટે ધન્યવાદ પાઠવુ છું. કે જે મે વર્ષો પહેલા લખી હતી. આ કેટલીય યાદોને તાજી કરે છે. મે કેટલાય વર્ષોથી કાંઈજ લખ્યુ નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં હું એક નવો ગરબો લખવામાં સફળ થયો છું. જેને હું નવરાત્રિ દરમ્યાન શેર કરીશ.