Gujarat Rain Update: ગુજરાતમાં ફરી એકથી બે વરસાદી સિસ્ટમ સર્જાતા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા છે. હવામાન વિભાગે 2થી3 દિવસ હજુ પણ વરસાદની આગાહી કરી છે. 


હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો. ભચાઉ તાલુકાના ચોબારી ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી.  


અરવલ્લીના માલપુરમાં મેઘરાજાની ધીમીધારે એન્ટ્રી થઇ હતી. મંગલપુર, ગોવિંદપુર, પનાવડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો જો કે  નવરાત્રિની પૂર્વ સંધ્યાએ વરસાદથી ખેલૈયાઓ અને ગરબા આયોજકોની ચિંતામાં વધી છે. તો બીજી તરફ વરસાદના કારણે સોયાબીનના પાકના  નુકસાનની પણ  ભીતિ સેવાઇ રહી છે.


બેટિંગ જૂનાગઢ જિલ્લામાં પણ મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ. વિસાવદર, કેશોદ, માળિયા હાટીનાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, કેશોદના અજાબ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદથી કેટલાક ખેતરોમાં પાણી ભરાઇ જતાં પાકના નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યાં છે.                                                                  


રાજકોટ શહેરમાં પણ નવરાત્રિનૂ પૂર્વ સંધ્યાએ મેઘરાજાએ એન્ટ્રી કરતા ખેલૈયા અને ગરબા આયોજકોની ચિંતા વધી છે. ઉલ્લેખનિય છે કે હવામાન વિભાગે હજુ પણ આગામી 2 દિવસ છુટછવાયા મધ્યમ વરસાદની આગાહી કરી છે.


ચોમાસાએ વિધિવત વિદાય લઇ લીધા બાદ છેલ્લા 2 દિવસથી ફરી રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, હવામાન વિભાગે હજુ પણ 2 દિવસ એટલે કે આજે અને આવતી કાલે વરસાદની આગાહી કરી છે.


આજે અને આવતીકાલે એમ બે દિવસ કમોસમી વરસાદનો હવામાન વિભાગનો અનુમાન છે. નોંધનિય છે. આજથી શારદિય નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો  છે. ત્યારે નવરાત્રિના પ્રારંભે જ વરસાદની આગાહીએ ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતા જગાડી છે.  આજે અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા તો સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. ગઇ કાલે પણ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યાં હતા રાજકોટ શહેર સહિત આસપાસના ગામડામાં પણ વરસાદ વરસ્યો હતો.