Fake toll booth:મોરબી નજીક વાંકાનેર પાસે ચાલતા બોગસ ટોલ બૂથનું કૌભાંડ પ્રકાશમાં આવ્યાના 25 દિવસ બાદ આ મામલે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનય છે કે, વાંકાનેરના આ રૂટ પણ છેલ્લા દોઢ વર્ષથી એક નકલી ટોલબૂથ ચાલતુ હતું અને આ નકલી ટોલબૂથ ચલાવીને વાહન ચાલકો પાસેથી રકમ ઉઘરાવાતી હતી. આ ઉઘાડી લૂંટનો પર્દાફાશ થયા બાદ આખરે આ મામલે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે


શું છે સમગ્ર મામલો


મોરબીના વાંકાનેર નજીક ખૂબ જ ચૌંકાવી દેતી ઘટના સામે આવી હતી. અહીં  નકલી ટોલનાકાનો પર્દાફાશ થતાં  ઉઘાડી લૂંટની ઘટનાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું હતું.મોરબીના વાંકાનેર નજીક વધાસિયા ગામે  સીરામિકની ફેક્ટરી ભાડે રાખીને અહીં નકલી ટોલનાકુ ચલાવીને જનતા સાથે ઉઘાડી લૂંટ થતી હતી. દોઢ વર્ષથી ચાલતા આ સમગ્ર ગોરખધંધો ત્યારે ઉજાગર થયો, જ્યારે   આ મુદ્દે એક વીડિયો વાયરલ થયો.  આપને જણાવી દઇએ કે, છેલ્લા દોઢ વર્ષથી ધમધમતા   આ નકલી ટોલ નાકામાં ટેમ્પાના 100, મોટા ટ્રકના 200  અને ફોર વ્હીલના 50 લેવાતા હતા. રવિ નામનો કોઈ શખ્સ આ  ટોલનાકું ચલાવતો હોવાનો અહેવાલ સામે આવ્યો હતો. . દોઢ વર્ષથી ચાલતા આ ફર્જીવાડાને લઇને અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે. આ નકલી ટોલનાકા માટે કોને તેને પરવાનો આપ્યો. અનેક સવાલ આ મુદ્દે થવા સ્વાભાવિક છે.                                                


ઉલ્લેખનિય છે કે, બામણબોર થી વાંકાનેર થઈને મોરબી અને કચ્છ તરફ દરરોજ હજારો વાહન પસાર થાય છે. આ ટોલનાકાને લઇને અનેક ચોકાનારી હકીકતો સામે આવી છે. આ મામલે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ અનેક મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવાળાને અરજીઓ આપી હોવાનું પણ સામે આવ્યું છે. અસલી ટોલનાકા કરતા અહી નકલી ટોલનાકમાં 50 ટકા ડિસ્કાઉન્ટ પણ અપાતું હોવાનું સામે આવ્યું હતું. હાલ આ મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે.


આ પણ વાંચો
PM Modi Ayodhya Visit Live: પીએમ મોદી આજે અયોધ્યા મુલાકાતે, નવા એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન, 15,700 કરોડની આપશે ભેટ
Sukanya Samriddhi Scheme: સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારોને આપી નવા વર્ષની ભેટ, વ્યાજદરમાં વધારાની કરી જાહેરાત
Assam News: આસામમાં 40 વર્ષના ઉગ્રવાદનો આવ્યો અંત! ULFA અને કેન્દ્ર સરકાર વચ્ચે થયો ઐતિહાસિક કરાર
Ayodhya Ram Mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા ડૉ પ્રવિણ તોગડિયાને આપવામાં આવ્યું આમંત્રણ