ગુજરાતમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે પોરબંદરમાં એક શારીરિક અડપલા કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. શહેરમાં અજાણ્યા શખ્સ દ્વારા સગીરાને શારીરિક અડપલાં કરતાં સમગ્ર વિસ્તારમાં બુમાબુમ થઈ ગઈ હતી. જેની જાણ પોલીસને થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

પોરબંદર શહેરમાં અજાણ્યો શખ્સ સગીરાને લાલચ આપીને દુકાનમાં લઈ ગયો હતો ત્યાં બાદ તે દુકાનમાં શખ્સ સગીરા સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતાં સગીરાએ બુમાબુમ કરી મુકી હતી ત્યાર બાદ આસપાસના લોકો દુકાનની બહાર દોડી આવ્યા હતાં. ત્યાર બાદ સગીરા સાથે અડપલાં કરનાર શખ્સને લોકોએ પડકી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ તાત્કાકિલ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી. આ ઘટના પોરબંદરમાં ચર્ચાનો વિષય બની હતી.