અમદાવાદ: અમદાવાદમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી પર પ્રતિંબંધ છે. શહેરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પાર્ટી પ્લોટ કે કલબમાં ઉજવણી પર પ્રતિબંધ છે ત્યારે પોલીસ તમામ સ્થળોએ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં કર્ફ્યૂ દરમિયાન જો કોઈપણ વ્યક્તિ કામ વગર બહાર જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 31 ડિસેમ્બરને લઈને રાજ્યમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં ફાર્મ હાઉસ,હોટલો, ક્લબ સહિતના સ્થળો પર પોલીસ બાજ નજર રાખી રહી છે.


અમદાવાદમાં કોઈપણ વ્યક્તિ રાત્રે 9 વાગ્યા બાદ ઘરની બહાર ફરતી ઝડપાશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરશે. શહેરના એન્ટ્રી પોઈન્ટ 28 જગ્યાએ બંદોબસ્ત વધારાયો છે. રાત્રિ સમયે શહેરમાં 100 પીઆઈ, 3500 કોન્સ્ટેબલ ઓન ડ્યૂટી છે, સાથે જ કોઈપણ વ્યક્તિ કોઈ બહારગામ ગયું હશે તો તેમણે 9 વાગ્યા પહેલાં આવી જવું પડશે. 9 વાગ્યા બાદ કોઈ બહાર દેખાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.



પોલીસ હોટલ, ફાર્મ હાઉસ સહિત પર વોચ રાખશે. જો કોઈપણ વ્યક્તિ પીધેલી હાલતમાં ઝડપાશે તો તેની સાથે સીધો કેસ દાખલ કરી દેવામાં આવશે, સાથે જ 9 વાગ્યા પછી જે અમદાવાદમાં પ્રવેશે અને શંકાસ્પદ જણાશે તો સીધા હોસ્પિટલ ભેગા કરી દેવામાં આવશે.